મોંઘવારીઃ સિંગતેલના ભાવમાં ભડકો, છેલ્લા 12 દિવસમાં 125નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક તહેવાર શરૂ થતા જ ગૃહિણી માટે ચિંતાજનક સમાચાર સામે આવતા તેઓ આકરી બાકરી થઈ ગઈ છે, કોરોના મહામારીના કારણે પહેલાથી જ લોકોને આર્થિક રીતે માર પડી રહ્યો છે, ત્યારે તહેવારો ટાણે સીંગતેલના ભાવમાં વધારો થતો હવે શું ખાવું અને શું નહીં તે મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે. સીંગતેલ એક્સપોર્ટ માંગ અને અને
 
મોંઘવારીઃ સિંગતેલના ભાવમાં ભડકો, છેલ્લા 12 દિવસમાં 125નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

તહેવાર શરૂ થતા જ ગૃહિણી માટે ચિંતાજનક સમાચાર સામે આવતા તેઓ આકરી બાકરી થઈ ગઈ છે, કોરોના મહામારીના કારણે પહેલાથી જ લોકોને આર્થિક રીતે માર પડી રહ્યો છે, ત્યારે તહેવારો ટાણે સીંગતેલના ભાવમાં વધારો થતો હવે શું ખાવું અને શું નહીં તે મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે. સીંગતેલ એક્સપોર્ટ માંગ અને અને મગફળી પીલાણ લાયક ન આવતા સીંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિંગતેલના ભાવમાં સતત વધારા ઉપર વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયાનો વધારો થયો છે. હવે સિંગતેલના ડબ્બાની કિંમત 2260 રૂપિયાને પાર પહોંચી છે, સંગ્રહખોરી કે કાચા માલની અછત કારણ ભૂત ગણાવીને ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

થોડાક દિવસ પહેલા સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો હતો. તેના બે દિવસ પહેલાં રૂપિયા 70 ડબ્બે વધ્યા હતા. જ્યારે ફરી એક વખત રૂપિયા 30નો ભાવ વધારો થયો છે ત્યારે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ સિંગતેલનો ભાવ રૂપિયા 2090 હતો જે વધીને હવે રૂપિયા 2185 થયો હતો અને હવે લેટેસ્ટ ભાવ 2260 રૂપિયા થયો છે. તેલિયા કંપનીઓ જણાવી રહી છે કે સીઝનમાં પીલાણ લાયક મગફળી ન આવતા ભાવમાં ઉછાળો આવ્યો છે. પરંતુ સચ્ચાઈ કંઈક અલગ છે. હાલ મગફળીની સીઝન ચાલી રહી છે, ત્યારે મગફળીની સીઝનમાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.