મોંઘવારીઃ સિંગતેલ 13 દિવસમાં 80 રૂ.નો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં નવા સિંગતેલની આવક સાથે ભાવ કુદકે અને ભુસકે વધી રહ્યાં છે. છેલ્લા 13 દિવસમાં સિંગતેલનાં ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે જે લોકો છૂટક સિંગતેલ લેતા હોય તેમના બજેટમાં ફટકો પડી રહ્યો છે. કન્ઝયુમર સિંગતેલમાં ગત 3 ડીસેમ્બરે સિંગતેલમાં 10 રૂ., 5 ડીસેમ્બરે 20 રૂ., 9 ડીસેમ્બરે 10 રૂ.
 
મોંઘવારીઃ સિંગતેલ 13 દિવસમાં 80 રૂ.નો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં નવા સિંગતેલની આવક સાથે ભાવ કુદકે અને ભુસકે વધી રહ્યાં છે. છેલ્લા 13 દિવસમાં સિંગતેલનાં ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે જે લોકો છૂટક સિંગતેલ લેતા હોય તેમના બજેટમાં ફટકો પડી રહ્યો છે. કન્ઝયુમર સિંગતેલમાં ગત 3 ડીસેમ્બરે સિંગતેલમાં 10 રૂ., 5 ડીસેમ્બરે 20 રૂ., 9 ડીસેમ્બરે 10 રૂ. અને 13 ડીસેમ્બરે 20 રૂ.નો વધારો થયો છે. સોમવારે 16 ડીસેમ્બરે ફરી રૂ. 20 વધારો થયો છે. ગત તા. 3 ડીસેમ્બરનાં રોજ 15 કિલોનાં નવા ટીન સિંગતેલ ડબાનો ભાવ 1760 થી 1770 હતો. જેના 13 દિવસ બાદ સિંગતેલ 1830થી 1850એ પહોંચી ગયું છે.

છેલ્લા 13 દિવસમાં સિંગ તેલના એક ડબ્બા દીઠ 80 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. શનિવારે બ્રાન્ડવાળાઓએ લૂઝ સિંગતેલ 1050નાં ભાવે ખરીદ્યુ હતુ એ સિંગતેલ સોમવારે રૂ. 25 ઉંચા આપીને 1075નાં ભાવે ખરીદ્યુ છે. બીજી બાજુ કપાસિયા વોશનો ભાવ પણ 795-798 હતો એમાં પણ વધારો થયો છે. તેનો ભાવ 800-803 ભાવ થયો છે. આ સાથે સોયા તેલમાં પણ તેજીની રફતાર હતી શનિવારે ભાવ 835ની આસપાસ ભાવ હતો. જે વધીને 850 થયો છે. કેટલાક જાણકારો કહે છે કે નજીકના દિવસોમાં એટલે કે ડિસેમ્બરનાં અંતમાં સીંગ તેલમાં કાંટે ઘરાકી ઠંડી પડી જશે અને તેજીનો પરપોટો ફુટી જશે અને ભાવ ઓછા થઇ શકે છે. ભાવ વધારા પાછળ ચીન પણ જવાબદાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સિંગતેલના ભાવ સતત વઘારા પાછળનું કારણ ચીન છે. ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ચીને ભારતનાં સિંગતેલ પર આઘાર રાખવો પડ્યો છે. ચીને ગયા વર્ષે ભારતમાંથી 15 હજાર ટનની આયાત કરી હતી. આ વર્ષે ચીન તરફથી ભારતને 30 હજાર ટનનો ઓર્ડર મળ્યો છે. આ વર્ષે રાજ્યમાં મગફળીનુ અંદાજે 31 લાખ ટન ઉત્પાદન થવાનું છે.