મોંઘવારીઃ ડીઝલની કિંમતમાં ફરી આટલા પૈસાનો વધારો નોંધાયો, જાણો આજના ભાવ

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. આજે ડીઝલની કિંમતમાં 20થી 25 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલ રેકોર્ડ સ્તર પર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઉલ્લેખનીય છે કે 18 દિવસ
 
મોંઘવારીઃ ડીઝલની કિંમતમાં ફરી આટલા પૈસાનો વધારો નોંધાયો, જાણો આજના ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. આજે ડીઝલની કિંમતમાં 20થી 25 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલ રેકોર્ડ સ્તર પર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે 18 દિવસ પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરાયો છે. આ પહેલા ઇંધણની કિંમતમાં 5 સપ્ટેમ્બરના રોજ ફેરફાર કરાયો હતો. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં અનેક શહેરમાં પટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. જેના પગલે જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી ભાડું વધી રહ્યું છે. જેના પગલે ચીજવસ્તુઓનો ભાવ વધી ગયો છે.

આ વધારા સાથે આજે નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈ માં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.62 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત 91.92 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 93.46 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

> અમદાવાદ – પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
> સુરત – પેટ્રોલ 98.07 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
>રાજકોટ – પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
>વડોદરા – પેટ્રોલ 97.64 રૂપિયા અને ડીઝલ 95.32 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.