નિરીક્ષણ@ગાંધીનગર: સખી સેન્ટરે પહોંચ્યા, મહિલા આયોગના સદસ્યાએ કર્યા સૂચનો

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે આજે ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઇએ મુલાકાત લીધી હતી. તેમજ આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇએ મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સચિવ વ કમિશ્નર મનિષા ચંદ્રાની મુલાકાત લીધી હતી. મહિલાઓનાં વિવિધ પ્રશ્નો તેમજ યોજના બાબતે ચર્ચા-વિર્મશ પણ કરી હતી. આજે સખી વન સ્ટોપની મુલાકાત
 
નિરીક્ષણ@ગાંધીનગર: સખી સેન્ટરે પહોંચ્યા, મહિલા આયોગના સદસ્યાએ કર્યા સૂચનો

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે આજે ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઇએ મુલાકાત લીધી હતી. તેમજ આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇએ મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સચિવ વ કમિશ્નર મનિષા ચંદ્રાની મુલાકાત લીધી હતી. મહિલાઓનાં વિવિધ પ્રશ્નો તેમજ યોજના બાબતે ચર્ચા-વિર્મશ પણ કરી હતી.

નિરીક્ષણ@ગાંધીનગર: સખી સેન્ટરે પહોંચ્યા, મહિલા આયોગના સદસ્યાએ કર્યા સૂચનો

આજે સખી વન સ્ટોપની મુલાકાત દરમ્યાન ગાંધીનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી નીતાબેન ગામીતે તેમને જણાવ્યું હતું કે, સખી – વન સ્ટોપ સેન્ટરનો હેતુ કોઇ પણ પ્રકારથી હિંસાથી પીડીત-શોષિત મહિલાને એક જ છત્ર નીચે તાત્કાલિક તમામ પ્રકારની સુવિધા જેવી કે, તબીબી સેવા, પરામર્શ, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકિય મદદ પુરી પાડવાનો છે. સખી – વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર દ્વારા જાન્યુઆરી-૨૦૨૦ થી ઓક્ટોબર- ૨૦૨૦ સુધી ઘરેલું હિંસા, રેપ કેસ, માનસિક રીતે અસ્થિર મગજની, ગુમ થયેલ, પોક્સો, જેવી વિવિધ પ્રકારની હિંસાથી પિડીત ૬૬ મહિલાઓને મદદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ ગાંધીનગર ખાતે આવેલ સખી – વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ સેન્ટરની તમામ કામગીરી નિહાળી હતી. તેમજ કામગીરીની સમીક્ષા કરી યોજનાની માહિતી વધુમાં વધુ મહિલાઓ સુધી પહોચે તેવી રીતે પ્રચાર-પ્રસારની કામગીરી કરવા માટે પણ સૂચન કર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ સખી – વન સ્ટોપ સેન્ટર દ્રારા પુન: સ્થાપન થયેલ બાળકીના પિતા સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. સખી – વન સ્ટોપ સેન્ટરમાં કરેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી સેન્ટરના કર્મચારીઓ દ્વારા કરેલ કામગીરીને બિરદાવી હતી. ભવિષ્યમાં પણ સેન્ટર અવિરતપણે હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરવા સતત તત્પરીય રહી પોતાની સેવા પૂરી નિષ્ઠાની પૂર્ણ કરવા જણાવ્યું હતું. સખી – વન સ્ટોપ સેન્ટરની મુલાકાત પ્રંસગે મહિલા અને બાળ અધિકારી નીતાબેન ગામી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરી તેમજ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.