આદેશ@ગુજરાતઃ હોટલોના રસોડા ગ્રાહકોને દેખાતા કરાવવા તાત્કાલિક સુચના

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં ફૂડમાં નીકળેલ મકોડાને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટલ કે રેસ્ટોરન્ટમનો એડમિશન વિથ આઉટ
 
આદેશ@ગુજરાતઃ હોટલોના રસોડા ગ્રાહકોને દેખાતા કરાવવા તાત્કાલિક સુચના

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ફૂડમાં નીકળેલ મકોડાને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટલ કે રેસ્ટોરન્ટમનો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવા બોર્ડ દૂર કરવા પડશે.

જેમાં ભોજનની જગ્યાએ વંદા અને મકોડા સુક્ષ્‍મદર્શકયંત્રની મદદ વિના જોઈ શકો તેવી સ્થિતિ પરિણમી હતી. પણ હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પરિપત્ર બાદ તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જઈ તમારા ખાવાના ભોજનની ચકાસણી કરી શકશો. પરિણામે હવે હોટેલની ગુણવત્તા પણ સુધરશે અને કામગીરી પણ સુધરશે તે માનવું રહ્યું. જેથી નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ હવે ભૂતકાળ બની જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જમવામાંથી કિડા અને મંકોડા નીકળવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેના કારણે તંત્રની નિષ્ક્રિય કામગીરી પરથી પણ પડદો ઉઠ્યો હતો. કોઈવાર સાઉથ ઈન્ડિયન ઢોસામાંથી વંદો નીકળતો હતો તો કોઈવાર આઈસક્રિમથી ખદબદતી જીવાતનો વીડિયો વાઈરલ થયો હતો. જેના કારણે ઘર બહાર ભોજન લેવાના શોખીનોની ઉંઘ ઉડી ગઈ હતી.