આંતરરાષ્ટ્રીયઃ બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતાં ખેલ જગતમાં શોક

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં અમેરિકાના ફેમસ બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ અને તેમની દીકરી પણ સામેલ હતી. બ્રાયન્ટના મોતથી દુનિયાભરના તેમના બાસ્કેટબોલ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ શોકિંગ ન્યૂઝ પર દુખ વ્યક્ત કર્યું છે. હોલિવુડ એક્ટ્રેસ બનેલી પ્રિયંકા
 
આંતરરાષ્ટ્રીયઃ બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતાં ખેલ જગતમાં શોક

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં અમેરિકાના ફેમસ બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ અને તેમની દીકરી પણ સામેલ હતી. બ્રાયન્ટના મોતથી દુનિયાભરના તેમના બાસ્કેટબોલ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ શોકિંગ ન્યૂઝ પર દુખ વ્યક્ત કર્યું છે. હોલિવુડ એક્ટ્રેસ બનેલી પ્રિયંકા ચોપરાએ પણ તેઓને ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, બ્રાયન્ટ અમેરિકાના સૌથી પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયરમાંથી એક હતા.

કોબે બ્રાયન્ટ 2008 અને 2012માં ઓલિમ્પિક ગોલ્ડ જીતનારી અમેરિકન બાસ્કેટબોલ ટીમના પ્લેયર હતા. તેઓ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનમાં લોસ એન્જેલસ લેકર્સ માટે સતત 20 વર્ષ સુધી રમ્યા હતા. તેઓને એનબીએના મહાન પ્લેયરના લિસ્ટમાં સામેલ કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મહાન પ્લેયરના નિધનથી દુનિયાભરના પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હેલિકોપ્ટર ક્રેશમાં 41 વર્ષીય બ્રાયન્ટની સાથે તેમની 13 વર્ષની દીકરી અને અન્ય 3 લોકો પણ સવાર હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, અકસ્માત સમયે વાદળછાયુ વાતાવરણ છવાયેલું હતું. આવા વાતાવરણને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં બચાવ દળને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.