આંતરરાષ્ટ્રીયઃ 24 કલાકમાં 50થી વધુ જગ્યાએ આવ્યો ભૂકંપ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં ગત 2 મહિનામાં 9થી વધુ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 14 જૂનના રોજ ગુજરાતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે દિલ્હી-NCRમાં 8 વાર આ થોડા સમયમાં ભૂકંપ આવી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં હાલના આ સમયમાં એક પછી એક ભૂંકપના મોટા આંચકા અનુભવાયા છે. તૂર્કીમાં 5.7 તીવ્રતાનો એક ભૂકંપ
 
આંતરરાષ્ટ્રીયઃ 24 કલાકમાં 50થી વધુ જગ્યાએ આવ્યો ભૂકંપ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં ગત 2 મહિનામાં 9થી વધુ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 14 જૂનના રોજ ગુજરાતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે દિલ્હી-NCRમાં 8 વાર આ થોડા સમયમાં ભૂકંપ આવી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં હાલના આ સમયમાં એક પછી એક ભૂંકપના મોટા આંચકા અનુભવાયા છે. તૂર્કીમાં 5.7 તીવ્રતાનો એક ભૂકંપ હાલમાં જ આવ્યો હતો. ભૂકંપનો હિસાબ રાખતી આંતરાષ્ટ્રીય સંસ્થાઓનું માનીએ તો 14 જૂનથી દુનિયાભર પર 50 થી વધુ જગ્યાએ ભૂકંપ આવ્યા છે. ઇન્ડોનેશિયા, હવાઇ, પુર્તોરિકો, મ્યાંમાર, જમૈકા, અલાસ્કા, તુર્કી, ભારત, જાપાન, ઇરાન, ફિલિપિન્સ. આ દેશોમાં ભૂકંપના સૌથી વધુ આંચકા અનુભવાયા છે. આમાંથી કેટલાક દેશો જ્વાળામુખી ક્ષેત્રમાં આવે છે. અને તેના કારણે તે ભૂકંપના પણ રેડ ઝોનમાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના કચ્છમાં 14 જૂને આવેલો ભૂકંપના આંચકાને 10 સેકન્ડ સુધી અનુભવી શકાયું હતું. રાજકોટમાં તેના ત્રણ આફ્ટર શોક પણ અનુભવાયા. સૌરાષ્ટ્રમાં 4.8 તીવ્રતા સાથે લગભગ 7 સેકન્ડ સુધી ઝટકા આવતા રહ્યા. અમદાવાદમાં 3.4 તીવ્રતાના આંચકા લગભગ 5 સેકન્ડ સુધી અનુભવાયા. જામનગર, સુરેન્દ્ર નગર, જૂનાગઢમાં પણ આ આંચકા અનુભવાયા. આ શહેરોના લોકો અચાનક જ ઘરની બહાર ભાગ્યા હતા. કચ્છ, મોરબી, રાજકોટના અનેક ઘરોમાં ભૂકંપથી તિરાડ પણ પડી છે. ભૂકંપ આવવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણ જિલ્લાના કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો છે.

અર્થક્વેક ટ્રેક એજન્સી મુજબ હિમાલયન બેલ્ટ ફોલ્ટ લાઇનના કારણે એશિયાઇ વિસ્તારોમાં સૌથી વધુ ભૂકંપ આપે છે. જ્યાં જ્યાં આ પ્લે જોડાયેલી છે ત્યાં ટકરાવ વધે છે. અને આ વિસ્તારોમાં ભૂકંપ વધુ આવે છે. ઉલ્લેખનીય છે કે ધરતી પર જે મોટા પહાડો છે તે પણ આવી પ્લેટ્સના ટકરાવવાના કારણે જ બન્યા છે. આ પ્લેટ્સ ઉપર નીચે થતી રહે છે અને સામે સામે ટકરાતી રહે છે. જેનાથી ધરતી ધ્રુજે છે અને ભૂકંપ આવે છે.