આંતરરાષ્ટ્રીય: ભારતના આ નશીલા પદાર્થને યુ.એન.માં દવા તરીકે માન્યતા મળી

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોએ ભાંગનો દવામાં સમાવેશ કરવાની કરેલી ભલામણ બાદ યુ.એન.માં તેના પર મતદાન કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઠરાલની તરફેણમાં મતદાન બાદ યુએનના કમિશન ફોર નાર્કોટિક ડ્રગ્સે ભાંગને નશીલા પદાર્થોના લિસ્ટમાંથી હટાવી દીધી છે. આ લિસ્ટમાં એવા ડ્રગ્સ છે કે જેની લત લાગી જાય અને મનુષ્યોના આરોગ્ય માટે
 
આંતરરાષ્ટ્રીય: ભારતના આ નશીલા પદાર્થને યુ.એન.માં દવા તરીકે માન્યતા મળી

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોએ ભાંગનો દવામાં સમાવેશ કરવાની કરેલી ભલામણ બાદ યુ.એન.માં તેના પર મતદાન કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઠરાલની તરફેણમાં મતદાન બાદ યુએનના કમિશન ફોર નાર્કોટિક ડ્રગ્સે ભાંગને નશીલા પદાર્થોના લિસ્ટમાંથી હટાવી દીધી છે. આ લિસ્ટમાં એવા ડ્રગ્સ છે કે જેની લત લાગી જાય અને મનુષ્યોના આરોગ્ય માટે બહુ જ જોખમી હોય તથા જેમના મેડિકલ ફાયદા સાવ ઓછા કે નહિવત્ હોય. હવે ભાંગને આ લિસ્ટમાંથી હટાવી લેવાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુએનના કાયદા અનુસાર, નોન-મેડિકલ યુઝ માટે ભાંગ હજુ પણ એક પ્રતિબંધિત ડ્રગ જ ગણાશે. ભાંગને પ્રતિબંધિત માદક પદાર્થોના લિસ્ટમાંથી હટાવવા યુએને મતદાન કરાવ્યું હતું, જેમાં 27 દેશે તરફેણમાં અને 25 દેશે વિરુધ્ધમાં મતદાન કર્યું. આ ઐતિહાસિક વોટિંગ દરમિયાન અમેરિકા અને બ્રિટને ફેરફારની તરફેણમાં મતદાન કર્યું, યુએનના આ નિર્ણય બાદ ભાંગમાંથી બનેલી દવાઓના ઉપયોગમાં વધારો જોવા મળી શકે છે.

આ ઉપરાંત ભાંગ સંબંધી સાયન્ટિફિક રિસર્ચને પણ ઘણું પ્રોત્સાહન મળી શકે છે. યુએનના આ નિર્ણય બાદ ઘણા દેશો ભાંગ અને ગાંજાના ઉપયોગ અંગે તેમની પોલિસીમાં ફેરફાર કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ભાંગ અને ગાંજાના મેડિકલ ફાયદા અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલ 50થી વધુ દેશોએ ભાંગને દાક્તરી સારવારમાં મંજૂરી આપીને તેના ઉપયોગને કાયદેસરતા આપી છે.