આંતરરાષ્ટ્રીયઃ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, PIAની ફ્લાઈટ્સને પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાએ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
આંતરરાષ્ટ્રીયઃ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, PIAની ફ્લાઈટ્સને પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાએ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચિંતાઓનો હવાલો આપ્યો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂક્યું છે. ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો.

પાકિસ્તાને એવા પાઈલટ્સ કે જેમના લાઈસન્સ અને ક્વોલિફિકેશન્સને લઈને ખોટી જાણકારીઓએ અપાયેલી છે તેમની તપાસ એક વિમાન અકસ્માત બાદ શરૂ કરી હતી. આ વર્ષે મે મહિનામાં એક પીઆઈએ જેટ ક્રેશ થયું હતું. ફ્લાઈટમાં સવાર 97 લોકોના મોત થયા હતાં. આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે. આ રોક 6 મહિના માટે લગાવવામાં આવી છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝે કહ્યું કે PIAએ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. PIAએ જણાવ્યું કે એરલાઈન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે.