આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીમાં ભવ્ય જીત મેળવ્યાં બાદ આજે અશોકભાઇ ચૌધરી સહિતની પેનલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જ્યાં મુખ્યમંત્રીએ દૂધ સાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરવા માટે અશોકભાઇ અને તમામ વિજેતા સભ્યોને શુભેચ્છાઓ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ દૂધસાગર ડેરીના ચૂંટાયેલા સભ્યોને પશુપાલકોના હિતમાં કામ કરવાનું આહવાન કરી સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીમાં જીત મેળવ્યાં બાદ અશોકભાઇ ચૌધરી સહિતની પેનલને મુખ્યમંત્રીએ શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન આપીને દૂધ સાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરીને દૂધ સાગરને સૌથી વધુ પ્રગતિ કરતી ડેરી બને તેવી વિજેતા સભ્યોને શુભેચ્છાઓ આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, પરિવર્તન પેનલના વિજેતા સભ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દૂધ સાગર ડેરીની યોજાયેલી ચૂંટણીઓમાં કુલ 15 પૈકી 13 બેઠકો ઉપર અશોકભાઈ ચૌધરીની આગેવાનીમાં ભાજપ સમર્પિત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code