મુલાકાત@સુરત: અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ રોડ શો કરી લોકોનો આભાર માનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે. સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી. સુરતમાં ભાજપ પછી આમ આદમી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી
 
મુલાકાત@સુરત: અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ રોડ શો કરી લોકોનો આભાર માનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે. સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી. સુરતમાં ભાજપ પછી આમ આદમી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. સુરત મહાનગરપાલિકામાં 120 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 93 જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ ટ્વીટ કરી આભાર માન્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમીપાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ફોન કરીને શુભેચ્છા આપી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે.

મુલાકાત@સુરત: અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ રોડ શો કરી લોકોનો આભાર માનશે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સુરતમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 17માં આપની પેનલની જીત થઇ હતી. આ સિવાય વોર્ડ નંબર-2માં પણ આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી હતી. વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17 માં આમ આદમી પાર્ટીની આખી પેનલ તો વોર્ડ 7માં બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ રીતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી.