આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

કોરોના કહેર વચ્ચે ખેડૂતોના પ્રશ્નોને લઇ આપના ઉપાધ્યક્ષનો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં તેમણે રાસાયણિક ખાતરોના ભાવમાં કરેલો 58% જેટલો તોતિંગ ભાવ-વધારો તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી છે. આ સાથે જો ટુંક સમયમાં આ મામલે યોગ્ય નિર્ણય નહીં આવે તો રેલી, ધરણાં અને ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમો કરવાની પણ તૈયારી બતાવી છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ ફરી એકવાર ખેડૂતો મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મુખ્યમંત્રીને લખેલાં એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ હતી એ દરમ્યાન રાસાયણિક ખાતરોના ભાવ-વધારા જાહેર થયા હતા. એ વખતે ગુજરાતના કૃષિ મંત્રીઆર.સી. ફળદુ સાહેબ અને કેન્દ્રીય મંત્રી માંડવીયા સાહેબે મીડિયાની સામે આવી જાહેર કર્યું હતું કે, “વિરોધ પક્ષ અને કેટલાક ખેડૂત આગેવાનો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખાતરોના ભાવમાં કોઈ વધારો થયો નથી.” આ શું હતું ? ગુજરાતના ખેડૂતોને કોણે ગેરમાર્ગે દોર્યા?? આને મત મેળવવા માટે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી ના કહેવાય ??

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ખાતરોના ભાવમાં થયેલો આ વધારો ઐતિહાસિક છે, દેશ અને ગુજરાતના ઇતિહાસમાં કૃષિ ઉપજ માટે આવશ્યક એવી કોઈ પણ વસ્તુના ભાવમાં સીધો 58% જેટલો વધારો થયાનું અમારી જાણમાં નથી. આટલું મોટું ઐતિહાસિક પગલું સરકારે કેમ ભર્યું ? કૃપા કરી આંતરરાષ્ટ્રીય ભાવોનો હવાલો આપીને ભાવ-વધારો વાજબી ઠરાવવાની કોશિશ સરકારે ના કરવી જોઈએ. રાજ્ય સરકારે કોઈ પણ રીતે આ ભાવવધારાને એડજસ્ટ કરીને ખેડૂતોને આ બોજથી મુક્ત રાખવા જોઈએ. આ સાથે સરકાર આ વધારો પાછો ના ખેંચે તો નાછૂટકે, અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ બિલકુલ યોગ્ય નથી એવા રેલી, ધરણા, ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમો કરવા પડે જે તદ્દન અયોગ્ય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code