રજૂઆત@મહેસાણા: મ્યુકોરમાઇકોસિસ રોગના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ફાળવો: સાસંદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના વાયરસનો ભોગ બનીને સાજા થયા બાદ હવે કેટલાક લોકો મ્યુકોરમાઇકોસિસ નામની બિમારીનો ભોગ બની રહ્યા છે. જેને લઇ હવે મહેસાણાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી જીલ્લામાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ઝડપથી ફાળવી આપવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, મહેસાણા જીલ્લામાં હાલ મ્યુકોરમાઇકોસિસના લગભગ 25થી વધુ દર્દીઓ નોંધાયા છે.
 
રજૂઆત@મહેસાણા: મ્યુકોરમાઇકોસિસ રોગના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ફાળવો: સાસંદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના વાયરસનો ભોગ બનીને સાજા થયા બાદ હવે કેટલાક લોકો મ્યુકોરમાઇકોસિસ નામની બિમારીનો ભોગ બની રહ્યા છે. જેને લઇ હવે મહેસાણાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી જીલ્લામાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ઝડપથી ફાળવી આપવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, મહેસાણા જીલ્લામાં હાલ મ્યુકોરમાઇકોસિસના લગભગ 25થી વધુ દર્દીઓ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલે મ્યુકોરમાઇકોસિસ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાંસદે પત્રમાં જણાવ્યું છે કે, મ્યુકોરમાઇકોસિસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન-બી નામના ઇન્જેક્શનના ડોઝ ૧૫થી ર૧ દિવસ સુધી આપવામાં આવે છે. જેથી મહેસાણા જીલ્લામાં હાલ 25થી વધારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ હોઇ તાત્કાલિક ધોરણે જરૂરી દવાઓ ફાળવી આપવા રજૂઆત કરી છે.

રજૂઆત@મહેસાણા: મ્યુકોરમાઇકોસિસ રોગના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ફાળવો: સાસંદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં કોરોના રોગના કારણે દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ રોગનો શિકાર બની રહ્યા છે. જેમાં મહેસાણામાં લગભગ 25થી વધુ દર્દીઓ નોંધાયા હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. સમગ્ર મામલે હવે ખુદ સાંસદ શારદાબેને પોતાના લેટરપેટ પર મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક અસરથી મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન અને જરૂરી દવાઓ મહેસાણા જીલ્લામાં ફાળવવા રજૂઆત કરી છે.