રજૂઆત@મહેસાણા: ખેડૂતોને સહાય મુદ્દે સરદાર પટેલ ગ્રુપનો મુખ્યમંત્રીને પત્ર

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે અતિવૃષ્ટિમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થયેલ નુકશાન બાબતે એસપીજીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સરદાર પટેલ સેવાદળ દ્રારા મુખ્યમંત્રીને સંબોધી લખાયેલ પત્રમાં જણાવ્યુ છે કે, ભારે વરસાદને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જેને લઇ સરકાર ખેડૂતો માટે કોઇ મોટી સહાયની જાહેરાત કરે અને અગાઉના બાકી પાકવીમા બાબતે પણ યોગ્ય
 
રજૂઆત@મહેસાણા: ખેડૂતોને સહાય મુદ્દે સરદાર પટેલ ગ્રુપનો મુખ્યમંત્રીને પત્ર

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે અતિવૃષ્ટિમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થયેલ નુકશાન બાબતે એસપીજીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સરદાર પટેલ સેવાદળ દ્રારા મુખ્યમંત્રીને સંબોધી લખાયેલ પત્રમાં જણાવ્યુ છે કે, ભારે વરસાદને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જેને લઇ સરકાર ખેડૂતો માટે કોઇ મોટી સહાયની જાહેરાત કરે અને અગાઉના બાકી પાકવીમા બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરદાર પટેલ સેવાદળ(એસપીજી) મહેસાણા દ્રારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં કોરોના મહામારી વચ્ચે લોકો એકતરફ આર્થિક સમસ્યામાં ફસાયેલા હોવાથી અને બીજી તરફ ભારે વરસાદને કારણે ખેડૂતોની પણ આર્થિક સ્થિતિને કફોડી બની હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે ખેડૂતો સારા પાકની જોઇ રહ્યા હતા તેમના ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતો ઉપર જાણે આભ ફાટી પડ્યુ છે. જેથી સરકાર દ્રારા ખેડૂતો માટે કોઇ મોટી સહાયની જાહેરાત કરે અને અગાઉના પાકવીમા પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવા માંગ કરી છે.