રજૂઆત@પાલનપુર: અંડરપાસમાં ભરાતાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવો

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર-અમદાવાદ હાઇવે પરના રેલ્વે ક્રોસિંગ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલને લઇ પાલિકાના સદસ્યે રજૂઆ કરી છે. સદસ્યએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે વરસાદી પાણીને કારણે રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવતો હોવાથી
 
રજૂઆત@પાલનપુર: અંડરપાસમાં ભરાતાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર-અમદાવાદ હાઇવે પરના રેલ્વે ક્રોસિંગ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલને લઇ પાલિકાના સદસ્યે રજૂઆ કરી છે. સદસ્યએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે વરસાદી પાણીને કારણે રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવતો હોવાથી કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર શહેરમાં હાઇવે પર આવેલા રેલ્વે ક્રોસિંગમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ પાલિકાના સદસ્ય અમૃત જોષીએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો છે. જેમાં સરકાર દ્રારા પ્રજાની સુખાકારી માટે બનાવાયેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં મુશ્કેલી સર્જાતી હોવાની રજૂઆત કરી છે. આ સાથે સ્થાનિકો અને રાહદારીનો હેરાન-પરેશાન થતાં હોઇ કાયમી નિકાલ લાવવા માંગ કરી છે.

રજૂઆત@પાલનપુર: અંડરપાસમાં ભરાતાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર-અમદાવાદ હાઇવે પરના રેલ્વે ક્રોસિંગ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઇ સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે પાણી ભરાતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકવાનો ભય પણ સતાવી રહ્યો છે. જેને લઇ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર અને મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાને આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા વોર્ડ નંબર ૦૮ના પાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ રજુઆત કરી છે.