રજૂઆત@સુઇગામ: નર્મદામાં સંપાદન થયેલ જમીનની રકમ ચુકવવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર, સુઇગામ કોરોના મહામારી વચ્ચે સુઇગામ પંથકના ખેડૂતોએ જમીન સંપાદનના નાણાં ચુકવવાને લઇ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ગત વર્ષોએ નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદન કરાયા બાદ માત્ર 25 ટકા જ નાણાં સરકાર દ્રારા ચુકવવામામાં આવ્યા હોવાનું પત્રમાં જણાવ્યુ છે. આ સાથે વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના નાણાં નહી ચુકવવામાં આવતાં આજે ખેડૂતોએ
 
રજૂઆત@સુઇગામ: નર્મદામાં સંપાદન થયેલ જમીનની રકમ ચુકવવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર, સુઇગામ

કોરોના મહામારી વચ્ચે સુઇગામ પંથકના ખેડૂતોએ જમીન સંપાદનના નાણાં ચુકવવાને લઇ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ગત વર્ષોએ નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદન કરાયા બાદ માત્ર 25 ટકા જ નાણાં સરકાર દ્રારા ચુકવવામામાં આવ્યા હોવાનું પત્રમાં જણાવ્યુ છે. આ સાથે વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના નાણાં નહી ચુકવવામાં આવતાં આજે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે રકમ ચુકવવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના બેણપ ગામના ખેડૂતોએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, બેણપના ખેડૂતોની જમીન વર્ષ 2006/07માં સરકારે નર્મદા કેનાલ માટે સંપાદન કરેલ. જે બાદમાં વર્ષ 2010/11માં નર્મદાના પાણી પણ વહેવડાવામાં આવ્યા તે વખતે 25 ટકા નાણાં ખેડૂતોને સરકારે ચુકવ્યા હતા. જોકે બાકી નીકળતાં નાણાં આજદિન સુધી નહી ચુકવાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રજૂઆત@સુઇગામ: નર્મદામાં સંપાદન થયેલ જમીનની રકમ ચુકવવા ખેડૂતોની માંગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, નર્મદા કેનાલ માટે સંપાદન કરાયેલી ખેડૂતની જમીનના પૈસા નહી મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેણપના ખેડૂતોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માડકા બ્રાન્ચની ભરડવા ટેલ ડીસ્ટ્રી, બેણપ ડીસ્ટ્રી, બેણપ માઇનોર-1, બેણપ માઇનોર-2 જેનો એમ.આર નં.32/3/1 છે. તેના નાણા ખેડૂતોને આજદીન સુધી ચુકવાયા નથી. તે રકમ ચુકવવા ખેડૂતોએ આજે સરંપના લેટરપેડ ઉપર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.