રજૂઆત@થરાદ: ડાંગર,મકાઇ સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી આરંભો: ધારાસભ્ય

અટલ સમાચાર, થરાદ કોરોના કાળ વચ્ચે થરાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી બાજરી અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યુ છે કે, સરકાર દ્રારા ડાંગર, મકાઇ અને બાજરીના ટેકાના ભાવથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.1-10-2020થી અને તા. 16-10-2020ના રોજ સરકાર દ્રારા ખરીદ પ્રક્રિયા શરૂ થવાની હતી. તેમ છતાં આજદીન સુધી કોઇપણ જાતની
 
રજૂઆત@થરાદ: ડાંગર,મકાઇ સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી આરંભો: ધારાસભ્ય

અટલ સમાચાર, થરાદ

કોરોના કાળ વચ્ચે થરાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી બાજરી અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યુ છે કે, સરકાર દ્રારા ડાંગર, મકાઇ અને બાજરીના ટેકાના ભાવથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.1-10-2020થી અને તા. 16-10-2020ના રોજ સરકાર દ્રારા ખરીદ પ્રક્રિયા શરૂ થવાની હતી. તેમ છતાં આજદીન સુધી કોઇપણ જાતની ઓનલાઇન નોંધણી કે ખરીદી પ્રક્રિયા શરૂ નહી થતા આ જાહેરાતો માત્ર કાગળ પર ના રહે તેને ધ્યાનમાં રાખી તાત્કાલિક નોંધણી અને ખરીદી પ્રક્રીયા શરૂ કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. સરકાર દ્રારા અગાઉ ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ, સોયાબીનને ટેકાના ભાવથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા અને ખરીદી કરવા માટે તારીખો જાહેર કરવામાં આવી હતી. જોકે જે બાબતે આજદીન સુધી નોંધણી કે ખરીદી પ્રક્રિયા શરૂ નહિ થતાં ધારાસભ્ય મેદાને આવ્યા છે. તેમને પત્ર લખી તાત્કાલિક અસરથી ઓનલાઇન નોંધણી અને ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્રારા અગાઉ જાહેર કરાયેલી તારીખો અનુસાર ઓનલાઇન નોંધણીકે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવતાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, મારા મત વિસ્તારમાં વધુ પ્રમાણમાં બાજરી-મગનો પાક થયેલ હોવાથી ખેડૂતોને નુકશાન ના થાય તેમજ સમયસર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ઓનલાઇન નોંધણી અને ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ સાથે વધુ સમય મર્યાદા આપીને ઓનલાઇન અરજીઓ સ્વિકારવામાં આવે તેવી ભલામણ કરી છે.