આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગીરીશ જોષી 

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય આલમમાં વેરવિખેર પરિસ્થિતિને ફાસ્ટટ્રેક ઉપર લાવવાના પ્રયાસમાં ચોંકાવનારી તપાસ સામે આવી રહી છે. ગેરહાજર રહેતા ત્રણ આરોગ્ય કર્મચારીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરી હાજરી પુરાવતાં ઝડપાઇ ગયા છે. ઓનલાઇન હાજરી સિસ્ટમમાં ફરજ સિવાયના સ્થળે પહોંચી હાજરી બતાવી રહ્યા હતા. આ દરમ્યાન નોકરીના સ્થળે સતત ગેરહાજર છતાં પગાર લેતાં રહ્યાનું સામે આવતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારીની તપાસમાં સૌપ્રથમવાર અત્યંત ગંભીર બાબત પકડી લેવાઇ હોવાની ઘટના બની છે. આરોગ્ય કર્મચારીઓની ઓનલાઇન હાજરી સિસ્ટમ જ કર્મચારીઓને ગેરહાજર છતાં હાજર બતાવી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં મોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર સ્વરૂપસિંહ મોહનસિંહ ચૌહાણ ગેરહાજર રહીને રતનપુર આરોગ્ય કેન્દ્રમાં હાજરી પુરાવી દેતા હતા. ભાભર તાલુકાના વડપગ પીએચસીમાં ફરજ બજાવતા રાકેશ મકવાણાની હાજરી કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીમાં પુરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે ભાભર તાલુકાના બલોઘણ આરોગ્ય કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અનિલ પરમાર દિયોદર તાલુકા આરોગ્ય કચેરી અને સીએચસીમાં હાજરી બતાવી દેતા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ટીમ દ્રારા તપાસ કરતા ત્રણ આરોગ્ય કર્મચારીઓ ફરજ સિવાયના સ્થળેથી ઓનલાઇન હાજરી બતાવી દેતા હતા. ઓનલાઇન હાજરીની સેન્ટ્રલ સિસ્ટમનો એટલે કે ટેક્નોલોજીનો દુરૂપયોગ કરી ગેરહાજર છતાં જાન્યુઆરી મહિનામાં હાજરી બતાવી દીધી હતી. આથી ત્રણેય કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારી તપાસ શરૂ કરવામાં આવી છે. હાજરીમાં ગોલમાલ કરતા વધુ આરોગ્ય કર્મચારીઓ રડારમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

ત્રણેય કર્મચારીઓને તેમના ઓફીસરોએ સાચવ્યા, અત્યંત ગંભીર

ત્રણેય આરોગ્ય કર્મચારીઓ મૂળ ફરજ ઉપર ગેરહાજર રહેતા છતાં ત્રણેય પીએચસીના મેડિકલ ઓફીસરોએ નજરઅંદાજ કર્યુ હતુ. આ સાથે નોકરી સિવાયના સ્થળે ખોટી રીતે હાજરી પુરાવતા હોવા છતાં રતનપુર પીએચસીના મેડિકલ ઓફીસર અને દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી સાથે કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારીઓ ત્રણેય કર્મચારીઓને સાચવતા હતા. આવી પરિસ્થિતિમાં ત્રણેય કર્મચારીઓને સાચવતાં કુલ છ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોઇ નોટીસથી ખુલાસો પુછવામાં આવી શકે છે.

20 Sep 2020, 2:38 AM (GMT)

COVID-19 Global Stats

31,051,287 Total Cases
962,482 Death Cases
22,651,463 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code