તપાસ@બેચરાજી: કંપની સામે કર્મચારીઓની રજૂઆત બાદ તંત્રની ટીમ પહોંચી

અટલ સમાચાર, મહેસાણા બેચરાજી તાલુકાના ગામે કારના ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન કરતી કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપની દ્રારા કામદારોનું આર્થિક શોષણ કરાતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. જેમાં પ૦થી વધુ કર્મચારીઓને છુટ્ટા કરી રાતોરાત નવિન ભરતી કરી લેતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે મહેસાણા શ્રમ કચેરી દ્રારા કં૫ની સુધી પહોંચી કાગળો સહિતની વિગતો મેળવી હતી. તપાસ અને કાર્યવાહીને
 
તપાસ@બેચરાજી: કંપની સામે કર્મચારીઓની રજૂઆત બાદ તંત્રની ટીમ પહોંચી

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજી તાલુકાના ગામે કારના ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન કરતી કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપની દ્રારા કામદારોનું આર્થિક શોષણ કરાતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. જેમાં પ૦થી વધુ કર્મચારીઓને છુટ્ટા કરી રાતોરાત નવિન ભરતી કરી લેતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે મહેસાણા શ્રમ કચેરી દ્રારા કં૫ની સુધી પહોંચી કાગળો સહિતની વિગતો મેળવી હતી. તપાસ અને કાર્યવાહીને પગલે બેચરાજી કંપની આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

તપાસ@બેચરાજી: કંપની સામે કર્મચારીઓની રજૂઆત બાદ તંત્રની ટીમ પહોંચી

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામ નજીક કે.આર. સ્ટેમ્પિંગ વિરૂધ્ધની રજૂઆતમાં છેવટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહેસાણા કલેક્ટર કચેરીમાં આવેલી શ્રમ આયુક્તની કચેરી દ્રારા કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં તપાસ ટીમે કામદારોનું હાજરીપત્રક, પગારપત્રક તેમજ ઓવરટાઇમ રજીસ્ટર સહિતની નિભાવણી મામલે ફેક્ટરી એક્ટની જોગવાઇ મુજબ તપાસ કરી છે. આ સાથે કેટલીક બાબતોના અનુસંધાને કં૫નીને નોટીસ પાઠવી દિન-૧૫માં આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.