તપાસ@દિયોદર: કાફલા સાથે UGVCLની ટીમ પહોંચી, સામે ખેડુતો ઉમટ્યાં

અટલ સમાચાર,દિયોદર(કિશોર નાયક) દિયોદર તાલુકાના ગામે ખેડૂતોના વીજ કનેક્શન દૂર કરવા UGVCL ટીમ પહોંચી હતી. UGVCL દ્રારા 10 ગાડીના કાફલા સાથે ઓબ્ઝર્વેશન ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. તો બીજી તરફ વીજકંપનીની સામે ખેડુતોના પણ ટોળેટોળા ઉમટી પડતા ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. UGVCL દ્રારા લાખો રૂપિયાનો દંડ ફટકારાતા ખેડૂતોમાં ભારે રોષની સ્થિતિ
 
તપાસ@દિયોદર: કાફલા સાથે UGVCLની ટીમ પહોંચી, સામે ખેડુતો ઉમટ્યાં

અટલ સમાચાર,દિયોદર(કિશોર નાયક)

દિયોદર તાલુકાના ગામે ખેડૂતોના વીજ કનેક્શન દૂર કરવા UGVCL ટીમ પહોંચી હતી. UGVCL દ્રારા 10 ગાડીના કાફલા સાથે ઓબ્ઝર્વેશન ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. તો બીજી તરફ વીજકંપનીની સામે ખેડુતોના પણ ટોળેટોળા ઉમટી પડતા ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. UGVCL દ્રારા લાખો રૂપિયાનો દંડ ફટકારાતા ખેડૂતોમાં ભારે રોષની સ્થિતિ બની છે. તંત્રની કામગીરી સમયે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડુતોએ વિધુતબોર્ડના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તપાસ@દિયોદર: કાફલા સાથે UGVCLની ટીમ પહોંચી, સામે ખેડુતો ઉમટ્યાં

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામે વીજ કનેક્શન દૂર કરવાને લઇ મામલો ગરમાયો છે. વીજ કંપની દ્રારા 10 ગાડીના કાફલા સાથે ઓબ્ઝર્વેશન ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વીજ કનેક્શનના લોડને લઇ UGVCL દ્રારા ચેકિંગ હાથ ધર્યા દરમ્યાન મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડુતોએ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. UGVCLની ટીમ ગાડીના કાફલા સાથે ગામમાં પહોંચતા ઘડીભર દોડધામનો માહોલ સર્જાયો હતો.

તપાસ@દિયોદર: કાફલા સાથે UGVCLની ટીમ પહોંચી, સામે ખેડુતો ઉમટ્યાં