તપાસ@ગાંધીનગર: 73 શિક્ષકોના નિવેદનો આજે પુર્ણ થશે, ક્રોસ ચેકિંગ આધારે કાર્યવાહી સંભવત્

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા પાટણના તત્કાલિક DPEO વિરૂધ્ધ રજૂઆતો સામે આવ્યા બાદ ગાંધીનગર કક્ષાએથી સૌથી મોટી તપાસ શરૂ થઇ છે. જેમાં આજે અલગ-અલગ સેશનમાં કુલ 73 શિક્ષકોના નિવેદનો લેવાઇ રહ્યા છે. આ નિવેદનો અને DPEO દ્રારા થયેલી કાર્યવાહીનું ક્રોસ ચેકિંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. નિવેદનો લેવાઇ ગયા બાદ તત્કાલિન DPEO
 
તપાસ@ગાંધીનગર: 73 શિક્ષકોના નિવેદનો આજે પુર્ણ થશે, ક્રોસ ચેકિંગ આધારે કાર્યવાહી સંભવત્

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

પાટણના તત્કાલિક DPEO વિરૂધ્ધ રજૂઆતો સામે આવ્યા બાદ ગાંધીનગર કક્ષાએથી સૌથી મોટી તપાસ શરૂ થઇ છે. જેમાં આજે અલગ-અલગ સેશનમાં કુલ 73 શિક્ષકોના નિવેદનો લેવાઇ રહ્યા છે. આ નિવેદનો અને DPEO દ્રારા થયેલી કાર્યવાહીનું ક્રોસ ચેકિંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. નિવેદનો લેવાઇ ગયા બાદ તત્કાલિન DPEO બાબુભાઇ ચૌધરીના હુકમ યથાયોગ્ય હતા કે કેમ ? તે બાબતે તપાસ કરી ઉચ્ચ અધિકારીઓ દ્રારા મોટી બાબત સામે આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણના તત્કાલિન જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ ચૌધરીએ કરેલી બદલીઓમાં વિવાદો ઉભા થયા હતા. જેમાં અનેક શિક્ષકોની ગંભીર રજૂઆતો સામે આવ્યા બાદ નિયામક અને શિક્ષણ સચિવ હરકતમાં આવ્યા છે. આજે સવારથી જ રજૂઆતકર્તા શિક્ષકોને ગાંધીનગર બોલાવી તબક્કાવાર નિવેદનો લેવાઇ રહ્યા છે. શિક્ષકોની રજૂઆતો અને DPEO કચેરી દ્રારા થયેલી વહીવટી કાર્યવાહીનો તાલમેલ ચકાસવામાં આવશે. નિયામક એમ.આઇ.જોષી અને શિક્ષણ સચિવ વિનોદ રાવ સહિતના અધિકારીઓ દ્રારા આજ સાંજ સુધીમાં કુલ 73 શિક્ષકોના નિવેદનો નોંધી લેવાની કાર્યવાહી પુર્ણ થશે.

તપાસ@ગાંધીનગર: 73 શિક્ષકોના નિવેદનો આજે પુર્ણ થશે, ક્રોસ ચેકિંગ આધારે કાર્યવાહી સંભવત્

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તત્કાલિક DPEO બાબુભાઇ ચૌધરીએ કેમ્પ વગર કરેલી બદલીઓ અને કથિત હુકમો વિરૂધ્ધ અનેક શિક્ષકોએ ગંભીર રજૂઆત કરી હતી. જેના આધારે તમામ રજૂઆતોનું એક જ સ્થળે નિવેદનો આધારે ક્રોસચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે. નિયામક એમ.આઇ.જોષીએ જણાવ્યું હતુ કે, આજ સાંજ સુધીમાં તમામ નિવેદનો લેવાઇ ગયા બાદ તેની તપાસ કરવામાં આવશે. આ પછી આગામી દિવસોએ નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ પ્રક્રિયા જોતાં સૂત્રોએ જણાવ્યું હતુ કે, તત્કાલિન DPEO બાબુભાઇ ચૌધરીએ લીધેલાં કેટલાંક નિર્ણયો મામલે તપાસ કમિટી દ્રારા નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી શકે છે.