તપાસ@પાલનપુર: બાયોડીઝલમાં પણ ભેળસેળ, ખુદ મામલતદારે સંચાલક સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે ગત દિવસોએ મામલતદાર સહિતનાએ મંજૂરી વગર ચાલતાં બાયોડિઝલ પંપ સામે કાર્યવાહી કરી હતી. જે બાદમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી તેના સેમ્પલ લઇ પુથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. આ તરફ સેમ્પલ બાયોડીઝલની લાક્ષણિકતાઓને સંતોષતું ન હોવાનો રીપોર્ટ આવ્યા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. પાલનપુર ગ્રામ્ય મામલતદારે સંચાલક સામે બાયોડીઝલમાં
 
તપાસ@પાલનપુર: બાયોડીઝલમાં પણ ભેળસેળ, ખુદ મામલતદારે સંચાલક સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે ગત દિવસોએ મામલતદાર સહિતનાએ મંજૂરી વગર ચાલતાં બાયોડિઝલ પંપ સામે કાર્યવાહી કરી હતી. જે બાદમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી તેના સેમ્પલ લઇ પુથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. આ તરફ સેમ્પલ બાયોડીઝલની લાક્ષણિકતાઓને સંતોષતું ન હોવાનો રીપોર્ટ આવ્યા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. પાલનપુર ગ્રામ્ય મામલતદારે સંચાલક સામે બાયોડીઝલમાં ભેળસેળની ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે. તંત્રની કાર્યવાહીને પગલે અનઅધિકૃત રીતે બાયોડીઝલ પંપ ચલાવતાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ખીમાણા ગામની સીમમાં બાયોડીઝલ પંપ સામે કાર્યવાહી કરી હતી. જે તે સમયે મામલતદાર સહિતની ટીમે મંજૂરી વગર ચાલતાં બાયોડીઝલ પંપમાં તપાસ કરી અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી 700 લીટર કિ.રૂ.37,100 જેટલો બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે જરૂરી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે મોકલાયા બાદ તેનો રીપોર્ટ આવતાં મોટી કાર્યવાહી સામે આવી છે. રીપોર્ટમાં સેમ્પલ બાયોડીઝલની લાક્ષણિકતાઓની જરૂરીયાત સંતોષતુ ન હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે નમુનામાં પ્રવાહી પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બન્સ હાજર હોવાથી ભેળસેળયુક્ત બાયોડીઝલ હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ કોઇપણ મંજૂરી વગર ચાલતાં બાયોડીઝલ પંપ સામે તપાસ બાદ હવે ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. પાલનપુર ગ્રામ્ય મામલતદારે ખીમાણા ગામની સીમમાં હોટલની બાજુમાં જય અંબે બાયોડીઝલ પંપ સંચાલક ખત્રી પન્નાલાલ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં અનઅધિકૃત રીતે બાયોડીઝલ પંપ ઉભો કરી તેમાં ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પેદાશનું ગ્રાહક સાથે વેચાણ કરી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પાલનપુર તાલુકા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 406, 420, 278, 285 અને આવશ્યક ચીજ વસ્તુઓ કાળા બજાર વેચાણ પ્રતિબંધ પુરવઠા જાળવવા અધિનિયમની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.