આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાંથાવાડા

ગુંદરી પોલીસ ચેકપોસ્ટે કન્ટેનરમાંથી મુસાફરોને પકડીને મોટી કાર્યવાહી કરી છે. વાહન ચેકિંગ દરમિયાન ગુજરાતથી રાજસ્થાન તરફ જતા ટ્રેલર રોકાવતાં કુલ-36 શિખ મુસાફરો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કન્ટેનરના ડ્રાયવરો ભરૂચ સહિતની અલગ અલગ જગ્યાએથી માણસોને બેસાડી રાજસ્થાન અને પંજાબ જવા નિકળ્યા હતા. જેમાં કોરોના વાયરસ સામેની જોગવાઈઓનો ભંગ જણાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાની ગુંદરી ચેકપોસ્ટ પાસે આવેલ બે કન્ટેનર પોલીસે ચેક કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બે કન્ટેનરના ડ્રાયવર ભરૂચ સહિતના સ્થળેથી કેટલાક મુસાફરો, મુંબઈમાં કામ કરતાં માણસો તેમજ રસ્તા પરથી કેટલા મુસાફરોને બેસાડી નિકળ્યા હતા. મુસાફરોને રાજસ્થાન તેમજ પંજાબના અમૃતસર જવાનું હોવાથી બંન્ને ડ્રાયવરો કન્ટેનર લઈ ગુંદરી ચેકપોસ્ટ પાસે પહોંચ્યા હતા.

આ દરમ્યાન બનાસકાંઠા પોલીસ ટીમે તપાસ કરતાં કોરોના વાયરસ વચ્ચે જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું. આથી ડ્રાઇવર મેજરસીંગ ચરણસીંગ પટ્ટી તથા રણજીતસીંગ સુખદેવસીંગ પટ્ટી બંન્ને રહે દિલાવલપુર તા.તરનતારણ, પંજાબ વિરૂધ્ધ પાંથાવાડી પોલીસે ગુનો નોંધ્યો હતો. આ પછી અટકાયત થયેલ ઈસમોને બોર્ડર પાસે રોકી દાંતીવાડા તાલુકામાં એક સ્થળે રોકવામાં આવ્યા છે. જ્યાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કહેર વચ્ચે કન્ટેનર શિખ સમુદાયના લોકોને છાનુંમાનું લઈ જતાં ઝડપાઇ ગયું હતું. પાંથાવાડા પોલીસે આઇપીસી કલમ 188,269,114 તથા બી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરી દીધો હતો. જ્યારે તમામ મુસાફરોની ગુંદરી ખાતે મેડીકલ તપાસ કરાવી દાંતીવાડા મામલતદારને રિપોર્ટ કર્યો છે. મુસાફરોના રહેવાની જમવાની તથા પાણીની વ્યવસ્થા દાંતીવાડા મામલતદાર કચેરીને મળી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code