તપાસ@પાટણ: તંત્ર દ્રારા પોતાને કેટલા રેમડીસીવર મળ્યા, તેની જાણ ખુદ દર્દીને નથી, કલેક્ટરમાં પૂછવું પડે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓને રેમડીસીવર ઈન્જેક્શનની ફાળવણી બદલવામાં આવી છે. જોકે તેમાં પણ ખુદ દર્દીને માટે પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ રહ્યો છે. અગાઉ દર્દીના નામે ફાળવવામાં આવતાં ઈન્જેક્શન હવે ડાયરેક્ટ હોસ્પિટલને અપાય છે. જોકે પોતાના નામે હોસ્પિટલે કેટલા રેમડીસીવર ઈન્જેક્શન લીધા તે ખુદ દર્દીને જાણવું મુશ્કેલ છે. હોસ્પિટલના સત્તાવાળા જે
 
તપાસ@પાટણ: તંત્ર દ્રારા પોતાને કેટલા રેમડીસીવર મળ્યા, તેની જાણ ખુદ દર્દીને નથી, કલેક્ટરમાં પૂછવું પડે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓને રેમડીસીવર ઈન્જેક્શનની ફાળવણી બદલવામાં આવી છે. જોકે તેમાં પણ ખુદ દર્દીને માટે પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ રહ્યો છે. અગાઉ દર્દીના નામે ફાળવવામાં આવતાં ઈન્જેક્શન હવે ડાયરેક્ટ હોસ્પિટલને અપાય છે. જોકે પોતાના નામે હોસ્પિટલે કેટલા રેમડીસીવર ઈન્જેક્શન લીધા તે ખુદ દર્દીને જાણવું મુશ્કેલ છે. હોસ્પિટલના સત્તાવાળા જે કહે તે સત્ય માની સ્વિકારી લેવું પડે. ઓનલાઇન સિસ્ટમ છતાં તંત્રએ પોતાને નામે કેટલા રેમડીસીવર આપ્યા તે દર્દી પોતે પણ જાણી શકતાં નથી. ઈન્જેક્શનની સંખ્યા જાણવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો પડે છે. એટલે કે રેમડીસીવરની ફાળવણીની કામગીરી હજુપણ થોડી અ-પારદર્શક હોવાનું સામે આવ્યું છે.

તપાસ@પાટણ: તંત્ર દ્રારા પોતાને કેટલા રેમડીસીવર મળ્યા, તેની જાણ ખુદ દર્દીને નથી, કલેક્ટરમાં પૂછવું પડે
File Photo

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને જરૂરી રેમડીસીવર ઈન્જેક્શનની ફાળવણી પારદર્શક કરવા મથામણ ચાલું છે. જેમાં અગાઉ દર્દીના આધારકાર્ડ પ્રમાણે જે તે હોસ્પિટલને ઈન્જેક્શનની ફાળવણી થતી હતી. જેમાં કેટલીક હોસ્પિટલે નિયમોનો ભંગ કરતાં કાર્યવાહી કરી સિસ્ટમ પણ બદલી દેવામાં આવી છે. છેલ્લા 2 અઠવાડિયાથી રેમડીસીવર ઈન્જેક્શન દર્દીના નામને બદલે હોસ્પિટલની જરૂરિયાત મુજબ સીધા હોસ્પિટલને મળે છે. એટલે કે હોસ્પિટલે જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરેલ ડિમાન્ડ પેપર આધારે ઈન્જેક્શનની ફાળવણી થાય છે.

તપાસ@પાટણ: તંત્ર દ્રારા પોતાને કેટલા રેમડીસીવર મળ્યા, તેની જાણ ખુદ દર્દીને નથી, કલેક્ટરમાં પૂછવું પડે
File Photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીના નામે હોસ્પિટલે કેટલા રેમડીસીવર ઈન્જેક્શન લીધા તે ખુદ દર્દી જાણી શકતાં નથી. જેનાથી તંત્રમાં દર્દીના નામે કેટલા રેમડીસીવર ઈન્જેક્શન લેવાયા તે ખુદ દર્દીને ખબર ના પડે. જો આ જાણવું હોય તો દર્દી કે તેના સગાંએ કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો પડે છે. કલેક્ટરે ઈન્જેક્શન ફાળવણીની વિગતો ઓનલાઇન પોર્ટલમાં કરી પરંતુ દર્દી પોતાને નામે કેટલા ઈન્જેક્શન ઉઠાવ્યા તે જાણી શકતાં નથી.

તપાસ@પાટણ: તંત્ર દ્રારા પોતાને કેટલા રેમડીસીવર મળ્યા, તેની જાણ ખુદ દર્દીને નથી, કલેક્ટરમાં પૂછવું પડે
File Photo

સમગ્ર બાબતે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પાટણ કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીને પૂછતાં જણાવ્યું હતું કે, કેટલાક દિવસોથી સિસ્ટમ બદલી છે. અમે ડાયરેક્ટર હોસ્પિટલના ડિમાન્ડ ડેટા મુજબ ફાળવણી કરીએ છીએ. જોકે દર્દી જાણી શકે તે માટે પોર્ટલમાં નથી તો એવી સિસ્ટમ કરવા મને વાંધો પણ નથી. હકીકતે ઈન્જેક્શનની ફાળવણી પારદર્શક હોવાના દાવા થાય તો પણ દર્દીને નામે સરકારમાં કેટલા રેમડીસીવર ઈન્જેક્શન ઉધર્યા તે જાણવાનો અધિકાર કમસેકમ દર્દીને તો મળવો જોઈએ. આ સિસ્ટમ કરવાથી પારદર્શક ફાળવણી અને ઈન્જેક્શનની કાળાબજારી ઉપર મોટી બ્રેક આવી શકે તેમ છે.