તપાસ@સાંતલપુર: હાઇવે બંધ કરવાના ઇરાદે નાળું તોડનાર ઇસમો સામે ગુનો દાખલ

અટલ સમાચાર, સાંતલપુર સાંતલપુર પંથકમાંથી પસાર થતો સિધાડાથી સુઇગામ હાઇવે તાજેતરમાં ખૂબ વિવાદમાં આવ્યો છે. કસ્ટમ રોડ ઉપર આવેલ માઇનોર બ્રિજને વારંવાર તોડી પાડ્યાની ઘટનાને ગંભીરતાથી લઇ અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ બ્રિજ ઉપર મશીનથી ગાબડું પાડી સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાના ઇરાદે ગુનો કર્યો હોવાનું લખાવ્યું છે. એક કે તેથી વધુ
 
તપાસ@સાંતલપુર: હાઇવે બંધ કરવાના ઇરાદે નાળું તોડનાર ઇસમો સામે ગુનો દાખલ

અટલ સમાચાર, સાંતલપુર

સાંતલપુર પંથકમાંથી પસાર થતો સિધાડાથી સુઇગામ હાઇવે તાજેતરમાં ખૂબ વિવાદમાં આવ્યો છે. કસ્ટમ રોડ ઉપર આવેલ માઇનોર બ્રિજને વારંવાર તોડી પાડ્યાની ઘટનાને ગંભીરતાથી લઇ અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ બ્રિજ ઉપર મશીનથી ગાબડું પાડી સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાના ઇરાદે ગુનો કર્યો હોવાનું લખાવ્યું છે. એક કે તેથી વધુ ઇસમોએ ભેગા મળી હાઇવે બંધ કરવાના બદઇરાદાથી નાળું તોડ્યું હોવાની ફરીયાદ રાધનપુર માર્ગ અને મકાનના ઇજનેરે સાંતલપુર પોલીસ મથકે નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તપાસ@સાંતલપુર: હાઇવે બંધ કરવાના ઇરાદે નાળું તોડનાર ઇસમો સામે ગુનો દાખલ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ડાલડી નજીક આવેલ માઇનોર બ્રિજના સ્લેબમાં મોટું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યું હતુ. જે મામલે પ્રથમવાર રાધનપુર માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સદાભાઇ વાયડા(ચૌધરી)એ અજાણ્યાં ઇસમો સામે તપાસ કરવા અરજી આપી હતી. આ પછી નાળું રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં ફરી એકવાર તોડી પાડ્યું હોવાનું સામે આવતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. વારંવાર ચોક્કસ ઇરાદાથી નાળું તોડી સરકારી સંપત્તિને નુકશાન કરવાનો ઇરાદો સામે આવતાં ગત 23 નવેમ્બરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસ@સાંતલપુર: હાઇવે બંધ કરવાના ઇરાદે નાળું તોડનાર ઇસમો સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડાલડી નજીકથી પસાર થતો સિધાડા ટુ સુઇગામ હાઇવે પરથી ભારે વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. આથી અજાણ્યાં ઇસમો સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવા માટે હાઇવે પરનો આ માઇનોર બ્રિજ તોડી ઇરાદાપૂર્વક ગુનો કરી રહ્યા છે. જેને ધ્યાને લઇ નાયબ ઇજનેર સદાભાઇએ મશીન દ્રારા નવેક ફુટ લંબાઇ અને ત્રણેક ફુટ પહોળાઇનું મોટું ગાબડું પાડી રૂ.25,000નું નુકશાન કર્યાની ફરીયાદ અજાણ્યાં ઇસમો સામે નોંધાવી છે. આથી સાંતલપુર પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસીની કલમ 431, 114 અને સાર્વજનિક મિલ્કતોને નુકશાન અટકાવવાના અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.