તપાસ@યુનિવર્સિટીઃ M.Sc સેમ-4ની ઉત્તરવહી શંકાસ્પદ, રિઝલ્ટ અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટીમાં પરિક્ષા દરમિયાન અને પછી કૌંભાડની હારમાળા સર્જાઈ રહી છે. એમએસ.સી. સેમ-4ની ઉત્તરવહીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ઉત્તરવહીઓ ઉપરના સ્ટીકર ગેરરીતિ કરવાના આશયથી લાગેલા હોવાનું ઝડપાયું છે. જેનાથી યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તપાસ શરૂ કરી ઉત્તરવહીઓ ચકાસવાનું અટકાવી દેવાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એમએસ.સી. સેમ-4નું પરિણામ વિલંબમાં
 
તપાસ@યુનિવર્સિટીઃ M.Sc સેમ-4ની ઉત્તરવહી શંકાસ્પદ, રિઝલ્ટ અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ સ્થિત યુનિવર્સિટીમાં પરિક્ષા દરમિયાન અને પછી કૌંભાડની હારમાળા સર્જાઈ રહી છે. એમએસ.સી. સેમ-4ની ઉત્તરવહીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ઉત્તરવહીઓ ઉપરના સ્ટીકર ગેરરીતિ કરવાના આશયથી લાગેલા હોવાનું ઝડપાયું છે. જેનાથી યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તપાસ શરૂ કરી ઉત્તરવહીઓ ચકાસવાનું અટકાવી દેવાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એમએસ.સી. સેમ-4નું પરિણામ વિલંબમાં જતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે, ત્યારે કસૂરવારો સામે યુનિવર્સિટીનો રવૈયો તપાસ બાદ મહત્વપૂર્ણ બનશે.

તપાસ@યુનિવર્સિટીઃ M.Sc સેમ-4ની ઉત્તરવહી શંકાસ્પદ, રિઝલ્ટ અધ્ધરતાલ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં તબક્કાવાર અલગ-અલગ અભ્યાસક્રમોના પરિણામો આવ્યા છે. જોકે, એમએસ.સી. સેમ-4 (ગણિત)નું પરિણામ છેલ્લા કેટલાક દિવસોથી વિલંબમાં મુકાયું છે. અટલ સમાચાર પોર્ટલ દ્વારા તપાસ કરતા કૌંભાડની આશંકા સામે આવી છે. હકીકતે પરિક્ષા વિભાગ દ્વારા એમએસ.સી. સેમ-4 (ગણિત)ના સરેરાશ 200 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસવા જતા શંકાસ્પદ હોવાનું ધ્યાને આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓના અલગ-અલગ વિષયની ઉત્તરવહીઓ ઉપર લાગેલા સ્ટીકરો ગેરરીતિનું આશય દર્શાવતા હોવાનું સામે આવ્યું છે. જેનાથી પરિક્ષા વિભાગે ઉત્તરવહી ચકાસવાનું જ બંધ કરી તપાસ શરૂ કરી છે.

તપાસ@યુનિવર્સિટીઃ M.Sc સેમ-4ની ઉત્તરવહી શંકાસ્પદ, રિઝલ્ટ અધ્ધરતાલ
Advertisement

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોક્કસ વિદ્યાર્થીઓના જ ચોક્કસ વિષય ઉત્તરવહીઓ ઉપર લાગેલા સ્ટીકરો નિયમ મુજબ ન હોવાથી ગેરરીતિ લાગી રહી છે. જેની સામે એક તરફ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે હજુસુધી ઉત્તરવહીઓ જ ચકાસી લેવામાં આવેલી નથી. જેના પરિણામે યુનિવર્સિટી હેઠળના સરેરાશ 150 થી 200 વિદ્યાર્થીઓનું પરિણામ વિલંબમાં જઈ રહ્યું છે.

તપાસ બાદ ટૂંક સમયમાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકન થશેઃ ઈન્ચા. પરિક્ષા નિયામક

એમએસ.સી. સેમ-4 (ગણિત)ના પરિણામો બાબતે ઈન્ચાર્જ પરિક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતુ કે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ઉત્તરવહીઓનુ મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરીશું. ગેરરીતિ સામે કસૂરવારો પકડાશે તેવા તમામની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે.

તપાસ@યુનિવર્સિટીઃ M.Sc સેમ-4ની ઉત્તરવહી શંકાસ્પદ, રિઝલ્ટ અધ્ધરતાલ
જાહેરાત