તપાસ@ઊંઝા: એકસાથે 9 વેપારી પેઢીઓ ઉપર GSTની ઇન્ક્વાયરીથી દોડધામ
અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં GST વિભાગનુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 9 વેપારી પેઢીઓને ત્યા GST વિભાગએ દરોડા પાડતા હડકં૫ મચી ગયો છે. જીએસટીની સ્થળ તપાસમાં બોગસ પેઢીઓ સામે આવી હોવાનું સામે આવ્યુ છે. આ અગાઉ 3 માસ પહેલા જાનકી એન્ટર પ્રાઇઝ પેઢીંમાં દરોડા પાડ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
Jan 3, 2020, 12:44 IST
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં GST વિભાગનુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 9 વેપારી પેઢીઓને ત્યા GST વિભાગએ દરોડા પાડતા હડકં૫ મચી ગયો છે. જીએસટીની સ્થળ તપાસમાં બોગસ પેઢીઓ સામે આવી હોવાનું સામે આવ્યુ છે. આ અગાઉ 3 માસ પહેલા જાનકી એન્ટર પ્રાઇઝ પેઢીંમાં દરોડા પાડ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં એકસાથે 9 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા કર્યા છે. GST વિભાગે દરોડા પાડી જીરું જપ્ત કર્યુ હતુ. એક જ વ્યક્તિના નામે ટીન નંબર મેળવી 10 પેઢીમાં વેપાર કરાતો હતો. 4 માર્કના જીરુંનો વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું. એક જ ટીન નંબર મેળવી અલગ પેઢીઓમાં વેપારને લઇ દરોડા પાડ્યા છે.
કઈ કઈ પેઢી પર પડાયા દરોડા
- પટેલ મણિલાલ એન્ડ સન્સ
- અવેલ એન્ટરપ્રાઇજ
- પટેલ જયંતીભાઈ જોરદાસ
- જે જે બ્રધર્સ
- જે જે ટેડર્સ
- શ્રી ભગવતી પલ્સ મિલ
- વેલકમ સિલિયમ પ્રાઇવેટ લિમિટેડ
- પટેલ પીનલ કુમાર રમણલાલ
- જાનકી એન્ટરપ્રાઇજ વડનગર