IPL-2019: ધોની વિના ઉતરેલી ચેન્નઇની ટીમને ઘરેલું મેદાનમાં પહેલી હાર મળી

અટલ સમાચાર, ડેસ્ક મહેન્દ્ર સિંહ ધોની વિના પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સને મુંબઇ ઇંડિયનસે 46 રનોથી હરાવ્યુ છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ટૉસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇંડિયનસની ટીમ 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 155 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સ 17.4 ઓવરમાં માત્ર 109
 
IPL-2019: ધોની વિના ઉતરેલી ચેન્નઇની ટીમને ઘરેલું મેદાનમાં પહેલી હાર મળી

અટલ સમાચાર, ડેસ્ક

મહેન્દ્ર સિંહ ધોની વિના પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સને મુંબઇ ઇંડિયનસે 46 રનોથી હરાવ્યુ છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ટૉસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇંડિયનસની ટીમ 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 155 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સ 17.4 ઓવરમાં માત્ર 109 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ધોની વિના ઉતરેલી ટીમનાં કેપ્ટન સુરેશ રૈના હતા.

ચેન્નઇ સુપર કિંગ્સની સામે જીત બાદ મુંબઇ ઇંડિયંસની ટીમ પોઇંટ ટેબલ પર બીજા નંબર પર આવી ગઇ છે. જ્યારે હાર મેળવ્યા બાદ પણ ચેન્નઇ સુપર કિંગ્સએ નંબર વનનું સ્થાન બનાવી રાખ્યુ છે. ચેન્નઇની ટીમની પોતાના હોમ ગ્રાઉંડમાં આ પહેલી હાર છે. આ પહેલા ચેન્નઇએ પોતાના ઘરમાં કુલ પાંચ મેચ રમ્યા છે જેમા તેણે જીત મેળવી હતી. આ મેચમાં મુંબઇ ઇંડિયંસનાં કેપ્ટન રોહિત શર્માએ આઇપીએલ સીઝન 12ની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. રોહિતે 48 બોલ પર 6 ચોક્કા અને 3 છક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા.

આસાન લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇની ટીમે 9 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. માત્ર 34 રન પર ચેન્નઇની ટીમ ત્રણ વિકેટ ગુમાવી ચુકી હતી. આ સીઝનની પહેલી મેચ રમી રહેલા મુરલી વિજય પણ પોતાની ટીમ માટે કોઇ ખાસ કમાલ ન કરી શક્યા અને માત્ર 38 રન પર તે આઉટ થઇ ગયા હતા.