IPL 2020: દિનેશ કાર્તિકની સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન પ્રિમીયર લીગ ની 13મી સીઝન ચેન્નઇ સુપરકિંગસ માટે જરાય સારી નથી રહી. બુધવારે ચેન્નઇ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જીતેલી મેચ ગુમાવી દીધી. માત્ર 168 રનનો પીછો કરી રહેલી ચેન્નઇ સુપરકિંગ્સે પહેલી 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 90 રન કરી લીધા હતા, તેમ છતાંય ધોનીની ટીમ મેચ હારી ગઈ. છેલ્લી 10
 
IPL 2020: દિનેશ કાર્તિકની સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન પ્રિમીયર લીગ ની 13મી સીઝન ચેન્નઇ સુપરકિંગસ માટે જરાય સારી નથી રહી. બુધવારે ચેન્નઇ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જીતેલી મેચ ગુમાવી દીધી. માત્ર 168 રનનો પીછો કરી રહેલી ચેન્નઇ સુપરકિંગ્સે પહેલી 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 90 રન કરી લીધા હતા, તેમ છતાંય ધોનીની ટીમ મેચ હારી ગઈ. છેલ્લી 10 ઓવરમાં ચેન્નઇ સુપરકિંગ્સ માત્ર 67 રન કરી શકી અને કોલકાતાએ તેના મોંમાથી જીતનો કોળીયો છીનવી લીધો. છેવટે એવું શું થયું કે ધોનીની સેના દિનેશ કાર્તિકની ટીમ આગળ ઘૂંટણીએ બેસી ગઈ. મૂળે તેનું કારણ દિનેશ કાર્તિકની કેપ્ટન્સી હતી, જે ધોની પર ભારે પડી ગઈ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કહેવા માટે તો ધોની પોતાની ગજબની કેપ્ટન્સી માટે પ્રચલિત છે પરંતુ આઇપીએલની 21મી મેચમાં કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિક તેની પર ભારે પડી ગયો. કાર્તિકે કેપ્ટન ધોનીની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી. કાર્તિકે મેચમાં કેટલાક એવા નિર્ણય લીધા, જેના માટે ચેન્નઈ તૈયાર નહોતું અને અંતમાં તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો.

SKની વિરુદ્ધ કેપ્ટન દિનેશ કાર્તિકે પોતાના સૌથી મોટા મેચ વિનર સુનીલ નરેનને ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કર્યો. કાર્તિકે નરેનથી ઓપનિંગ બોલિંગ ન કરાવી. પરંતુ તેણે આ સ્પિનરને 10 ઓવર બાદ અટેક પર લાવ્યો. મૂળે કાર્તિક જાણતો હતો કે ચેન્નઈનું મિડલ ઓર્ડર ઘણું નબળું છે. ધોની, કેદાર જાધવ રંગમાં નથી. તેથી તેણે સુનીલ નરેનને મિડલ ઓવર્સમાં બોલિંગ આપી. તેની સાથે જ તેણે મિસ્ટ્રી સ્પીનર વરૂણ ચક્રવર્તીને પણ સમજી વિચારીને બોલિંગ આપી. 10 ઓવરમાં 90 રન કરનારી ચેન્નઇની ટીમ અંતિમ 60 બોલમાં માત્ર 67 રન કરી શકી અને તેણે 4 વિકેટ ગુમાવી.

આ ઉપરાંત દિનેશ કાર્તિકે આંદ્રે રસેલની ફિટનેસને જોતાં તેને છેલ્લી ચાર ઓવરમાં બોલિંગની જવાબદારી આપી. કાર્તિકની આ ચાલ પણ કામ કરી ગઈ. જે સૈમ કર્રન ઝડપથી રન કરીને ચેન્નઇને મેચમાં પરત લાવી રહ્યો હતો, તેને રસેલે જ આઉટ કર્યો. ત્યારબાદ રસેલે કેદાર જાધવને પણ પરેશાન કર્યો અને પરિણામ ચેન્નઇની હાર નક્કી થઈ ગઈ. આમ તો કાર્તિકે પોતાની ટીમની ઓપનિંગ બદલીને પણ કેકેઆરની જીત નક્કી કરી. કાર્તિકે ચેન્નઇની વિરુદ્ધ રાહુલ ત્રિપાઠીને ઓપનર તરીકે ઉતાર્યો અને તેણે સૌથી વધુ 81 રન કરીને પોતાની ટીમને મેચ જીતાડી. તે મેન ઓફ ધ મેચ પણ બન્યો.