IPL 2020ઃ પંજાબ સામે હૈદરાબાદે 69 રને દમદાર વિજય મેળવ્યો

અટલ સમાચાર, ડેસ્ક બેરિસ્ટોના 97 અને ડેવિડ વોર્નરના 52 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલવન પંજાબે સામે 69 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 16.5 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મયંક અગ્રવાલ 9 અને સિમરન સિહ 11 રને આઉટ થતા પંજાબની
 
IPL 2020ઃ પંજાબ સામે હૈદરાબાદે 69 રને દમદાર વિજય મેળવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

બેરિસ્ટોના 97 અને ડેવિડ વોર્નરના 52 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલવન પંજાબે સામે 69 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 16.5 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મયંક અગ્રવાલ 9 અને સિમરન સિહ 11 રને આઉટ થતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. લોકેશ રાહુલ પણ 11 રને આઉટ થતા પંજાબે 58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નિકોલસ પૂરને 37 બોલમાં 5 ફોર અને 7 સિક્સરની મદદથી 77 રન બનાવી મેચ જીવંત બનાવી હતી. જોકે તેના આઉટ થયા પછી ટીમનો ધબડકો થયો હતો.

હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેવિડ વોર્નર અને બેરિસ્ટોએ પ્રથમ વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર 40 બોલમાં 52 રન બનાવી આઉટ થયો હતો. આ પછી બેરિસ્ટો 55 બોલમાં 7 ફોર અને 6 સિક્સરની મદદથી 97 રન બનાવી આઉટ થયો હતો. વિલિયમ્સને 10 બોલમાં અણનમ 20 રન બનાવી ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ

કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે