file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

IPL 2020ની 35મી મેચ દુબઈ ઈન્ટરનેશન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ લઈને 176 રન બનાવ્યા હતા. 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે પણ 20 ઓવરના અંતે 176 રન બનાવ્યા હતા. આમ આ મેચમાં ટાઈ પડી હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી.

મુંબઈએ આપેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબની ટીમે પણ 176 રન બનાવ્યા હતા. જેના પગલે મેચ ટાઈ પડી હતી. ગ્રીસ ગેઈલ ઉપર વધારે આશા રખાતી હતી જોકે, ધાર્યા કરતા વધારે પ્રદર્શન ન કરી શક્યો. જોકે, લોકેશ રાહુલ સારું પ્રદર્શન કરતા સતત ત્રણ સીઝનમાં 500થી વધારે રન કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત મયંક અગ્રવાલ 10 બોલમાં 11 રન, ક્રિશ ગેલે 21 બોલમાં 24 રન, નિકોલસ પુરનને 12 બોલમાં 24 રન, દિપક હાડાએ 156 બોલમાં 23 રન, ક્રિસ જોર્ડન 8 બોલમાં 13 રન બનાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા ટોસ જીતીને બેટિંગ કરી હતી. બેટિંગ દરમિયાન મુંબઈની ટીમે 176 રન ફટકાર્યા હતા. મુંબઈએ ટીમને 176 રન કરવા માટે 20 ઓવરના અંતે 6 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઇન્ડિયન્સ માટે વિકેટકીપર ડી કોકે પોતાનું શાનદાર ફોર્મ જાળવતા રાખતા સર્વાધિક 53 રન કર્યા. જ્યારે 119 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ કાયરન પોલાર્ડ અને કુલ્ટર નાઇલે અંતે 21 બોલમાં 57* રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત ટોટલ સુધી પહોંચાડી હતી. પોલાર્ડે 12 બોલમાં 34 અને કુલ્ટર નાઇલે 12 બોલમાં 24 રન કર્યા. પંજાબ માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2, જ્યારે રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ લીધી.

 

મુંબઈનો કપ્તાન રોહિત શર્મા 9 રને અર્શદીપ સિંહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે ઇશાન કિશન 7 રને અર્શદીપની બોલિંગમાં થર્ડ મેન પર અશ્વિન દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ શૂન્ય રને શમીની બોલિંગમાં મીડવિકેટ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ દિવસની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. મુંબઈ અને પંજાબ બંનેએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહલોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, એમ અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code