ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફીસર સામે મહિલાઓનો રણચંડી રોષ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકાની દબાણ હટાવવાની કામગીરીને લઇ ઉગ્ર રોષ સામે આવ્યો છે. અગાઉ પ્રજાસત્તાક દિનની ઉજણવી પુર્વે વિવાદોમાં આવેલ દબાણ હટાવની કામગીરી ફરી એકવાર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આજે દબાણ હટાવ દરમ્યાન મહિલા ચીફ ઓફીસરના વલણ સામે મજૂર વર્ગની મહિલાઓનો રણચંડી સમાન રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં અગાઉના શહેરોમાં બધુ બગાડીને આવ્યા
 
ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફીસર સામે મહિલાઓનો રણચંડી રોષ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકાની દબાણ હટાવવાની કામગીરીને લઇ ઉગ્ર રોષ સામે આવ્યો છે. અગાઉ પ્રજાસત્તાક દિનની ઉજણવી પુર્વે વિવાદોમાં આવેલ દબાણ હટાવની કામગીરી ફરી એકવાર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આજે દબાણ હટાવ દરમ્યાન મહિલા ચીફ ઓફીસરના વલણ સામે મજૂર વર્ગની મહિલાઓનો રણચંડી સમાન રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં અગાઉના શહેરોમાં બધુ બગાડીને આવ્યા બાદ રાધનપુરમાં પણ બગાડતાં હોવાનો સંગીન આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફીસર સામે સ્થાનિક મહિલાઓનો રોષ અને તેમાં ઉચ્ચારેલ શબ્દોથી ઘડીભર વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. દબાણ હટાવ કામગીરી સામે અચાનક મહિલાઓ ભેગી થઇ શરૂઆતમાં શાબ્દિક નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી પાલિકાના સત્તાધિશો માટે હાય-હાયના નારા લગાવી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જેમાં ખાસ કરીને મહિલા ચીફ ઓફીસર દેસાઇ વિરૂધ્ધ અત્યંત રોષપુર્ણ શબ્દો ઉચ્ચારી ગંભીર આક્ષેપો કર્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચીફ ઓફીસર દેસાઇબેને અગાઉ જ્યાં-જ્યાં ફરજ બજાવી ત્યાં બધુ બગાડ્યું હોઇ રાધનપુરમાં પણ બગાડી રહ્યા હોવાનો મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. મહિલા ચીફ ઓફીસર વિરૂધ્ધ મજૂરવર્ગની મહિલાઓના શાબ્દિક રોષને પગલે વાતાવરણમાં સામાજીક અને રાજકીય ગરમાવો વધી ગયો હતો. મહિલા ચીફ ઓફીસરના કડક વહીવટી વલણને પગલે દબાણ હટાવનો મુદ્દો વારંવાર વિવાદોના વળાંકોમાંથી પસાર થઇ રહ્યો છે.

ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફીસર સામે મહિલાઓનો રણચંડી રોષ