ISRO: ભારતમાં પ્રાઇવેટ કંપની બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ જાહેરાત કરી છે કે હવે પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે. ISROના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે NASAએ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
 
ISRO: ભારતમાં પ્રાઇવેટ કંપની બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ જાહેરાત કરી છે કે હવે પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે. ISROના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે NASAએ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.

ISROના ચેરમેન કે. સિવને ગુરુવારે કહ્યું કે, ખાનગી ક્ષેત્રને હવે રોકેટ અને સેટેલાઇટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે. તેઓએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર ISROના અંતરગ્રહીય મિશનનો પણ હિસ્સો બની શકે છે. જોકે સિવને જણાવ્યું કે ISROનું કામ ઓછું નહીં થાય, ઇસરો તરફથી રિસર્ચ અને વિકાસના કામ સતત થતા રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા થોડા વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓ ISROને કમ્પોનન્ટ્સ અને બીજો સામાન પૂરો પાડતી રહી છે. સિવને કહ્યું કે, અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની શક્યતા વધશે. આ ઉપરાંત આ સેક્ટરમાં ગ્રોથની પણ સારી શક્યતા છે. નોંધનીય છે કે અમેરિકા, ચીન અને યૂરોપના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાથી જ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી રહી છે.