આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કેપ્ટન મહેન્દ્વસિંહ ધોનીએ ઇન્ડીયન ટી-20 લીંગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. ઇન્ડીયન ટી-20 લીંગની 166 મેચોમાં કેપ્ટનશિંપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. ત્યારબાદ રવિન્દ્વસિંહ જાડેજાએ ઇન્ડીયન ટી-20 લીંગમાં 100 વિકેટની સદી ફટકાડી છે. જાડેજાના શાનદાર સ્લીપિંગ શોર્ટથી સિક્સર મારી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

કેપ્ટન મહેન્દ્વસિંહ ધોની અને અંબાતી રાયડૂની શાનદાર ફિફ્ટીના લીધે ચેન્નાઈએ જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નાઈએ રાજસ્થાને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ ધોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીંગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. ઇન્ડીયન ટી-20 લીંગની 166 મેચોમાં કેપ્ટનશિંપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. આ સાથે જ ધોનીની ચેન્નઈ સ્કોરબોર્ડમાં 12 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. તો બીજી તરફ રાજસ્થાનને પાંચમી હારનો સામનો કરવો પડ્યો. સ્કોરબોર્ડમાં મેજબાન ટીમ હાલ 2 પોઈન્ટ સાથે સાતમા સ્થાન પર છે. શાનદાર પ્રદર્શન માટે ચેન્નાઈના કેપ્ટન ધોનીને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

ટાર્ગેટનો પાછો કરવા માટે ઉતરેલી ચેન્નાઈની શરૂઆત નિરાશજનક રહી. પહેલી ઓવરના ચોથા બોલ પર ધવલ કુલકર્ણીએ ઓપનર બેટ્સમેન શેન વોટસન 0 રને ક્લીન બોલ્ડ કરી દીધો. આ સાથે જ થોડીવાર પછી ચેન્નાઇના સ્ટાર ઓલરાઉન્ટર સુરેશ રૈના 4 રને રનઆઉટ થઈ ગયા. રૈનાના રૂપમાં મહેમાન ટીમને બીજો ઝટકો લાગ્યો.

વોટસન અને રૈનાના આઉટ થયા બાદ ડુ પ્લેસિ પણ મોડે સુધી પિંચ પર ટક્યા નહીં. ચોથી ઓવરના અંતિમ બોલ પર જયદેવ ઉનડકટને ડીપ મિડવિકેટ પર ઉભેલા રાહુલ ત્રિપાઠીના હાથે કેચ આઉટ કરાવ્યો અને ચેન્નાઈને ત્રીજો ઝટકો આપ્યો. ત્યારબાદ બેટીંગ કરવા માટે આવેલા કેદાર જાદવ 1 રને જોફ્રા આર્ચરને બેન સ્ટોક્સના કેચ આઉટ કરાવી દાધો. રાયડૂને શ્રેયસ ગોપાલના હાથે કેચ આઉટ કરાવી ચેન્નાઈની પાંચમી વિકેટ ઝડપી લીધી. રાયડૂએ 47 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સકની મદદથી 57 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. ધોનીએ 43 બોલમાં 3 સિક્સર અને 2 ચેગ્ગાની મદદથી 58 રનની શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી હતી. અને ચેન્નાઈને જીત અપાવીને સ્કોરબોર્ડમાં પોતાની ટીમને 12 પોઈન્ટથી પ્રથમ સ્થાને રાખી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code