જય હિન્દનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ

અટલ સમાચાર, ડેસ્ક આજે સુભાષચંદ્ર બોઝનો જન્મદિન છે. ઓરિસ્સાના કટકમાં જન્મેલા સુભાષ કલકતા યુનિ. અને કેમ્બ્રિજમાં ભણ્યા હતા. યુવાવસ્થાથી સ્વામિ વિવેકાનંદ અને મહાન બંગાળી નેતા ચિતરંજન દાસનો તેઓ પર ગાઢ પ્રભાવ હતો. અપ્રિલ 1921માં આઈ.સી.એસની નોકરી છોડી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નેતૃત્વના ગુણો તેમનામાં બાળપણથી જ હતા. જેનો ભરપુર ઉપયોગ આઝાદીના આંદોલનોમાં કર્યો
 
જય હિન્દનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ

અટલ સમાચાર, ડેસ્ક

આજે સુભાષચંદ્ર બોઝનો જન્મદિન છે. ઓરિસ્સાના કટકમાં જન્મેલા સુભાષ કલકતા યુનિ. અને કેમ્બ્રિજમાં ભણ્યા હતા. યુવાવસ્થાથી સ્વામિ વિવેકાનંદ અને મહાન બંગાળી નેતા ચિતરંજન દાસનો તેઓ પર ગાઢ પ્રભાવ હતો. અપ્રિલ 1921માં આઈ.સી.એસની નોકરી છોડી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નેતૃત્વના ગુણો તેમનામાં બાળપણથી જ હતા.

જેનો ભરપુર ઉપયોગ આઝાદીના આંદોલનોમાં કર્યો હતો. અનેક વખત જેલમાં પણ ગયા. 1938માં સુરત જિલ્લામાં હરિપુરામાં કોંગ્રેસના 51માં અધિવેશનમાં પ્રમુખ બન્યા અધિવેશનમાં આવવા મધ્યપ્રદેશની ગુજરાતમાં પ્રવેશલા સુભાષબાબુનું ગુજરાતીઓએ જે રીતે ઠેરઠેર સ્વાગત કર્યું તે અભૂતરપૂર્વ હતું. ગુજરાતના હળપતિ આદિવાસીઓની સમસ્યાઓ માટે લડી રહેલા કિસાનસભાવાદી નેતાઓને હવનમાં હાડકા નાંખનારા લાગ્યા અને તેમના સરઘસ પર પ્રતિબંધ મુકવાની વાત કરી તેઓ ખ્યાલ સુભાષબાબુને આવતા તેમણે સરઘસને વિટ્ઠલનગરમાં ઘૂમવાની છુટ આપી એટલું જ નહિ તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝનું 1945માં વિવાદસ્પદ રીતે અવસાન થયું હતું. 48 વર્ષની સુભાષબાબુની રાષ્ટ્રવાદી કારકાર્દીએ આજે પણ આદર અને સમર્પણ ટકાવી રાખ્યું છે.