જામનગર: બહારથી આવેલા પરિવારને સામાન સાથે હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદથી જામનગર પહોચેલા પરિવારને ઘરના સામાન સાથે જ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. પરિવારને ધ્રોલ ચેકપોસ્ટ પાસે જ રોકવામાં આવ્યો અને તેમને સીધા જ કવોરન્ટીન કરી દેવામાં આવ્યા. કલેકટરે સૂચના આપી છે કે જે પણ લોકો બહારથી હિજરત કરીને આવશે તેમને શહેરમાં પ્રવેશ આપવામાં નહી આવે અને પરિવાર હિજરત કરીને આવ્યો
 
જામનગર: બહારથી આવેલા પરિવારને સામાન સાથે હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદથી જામનગર પહોચેલા પરિવારને ઘરના સામાન સાથે જ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. પરિવારને ધ્રોલ ચેકપોસ્ટ પાસે જ રોકવામાં આવ્યો અને તેમને સીધા જ કવોરન્ટીન કરી દેવામાં આવ્યા. કલેકટરે સૂચના આપી છે કે જે પણ લોકો બહારથી હિજરત કરીને આવશે તેમને શહેરમાં પ્રવેશ આપવામાં નહી આવે અને પરિવાર હિજરત કરીને આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે જામનગરની તમામ સરકારી અને અર્ધ સરકારી શાળાઓને ક્વોરન્ટીન સેન્ટર તરીકે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ ખાતે ફરજ નીભાવી રહેલા જામનગરના 12 એસઆરપી જવાનોને ગત 2 તારીખે જામનગર ચેલા કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે કેમ્પમાંથી એક 56 વર્ષીય જવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના પગલે તે તમામ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ કેમ્પની આસપાસ રહેતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. અને ત્યાથી અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. અને કેમ્પમાં રહેલા તમામ જવાનોને ત્યાજ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.