જનતારેડ@ઇડર: દારૂના અડ્ડા પર સ્થાનિકોનો હલ્લાબોલ, પોલીસ નિષ્ફળ

અટલ સમાચાર, મહેસાણા ઇડર તાલુકાના ગામે સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરી હોવાનું સામે આવ્યુ છે. વારંવાર પોલીસને ફરીયાદ કરવા છતાં પણ દેશી દારૂનું બેફામ વેચાણ આ વિસ્તારમાં થતુ હતુ. આજે સવારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ દારૂના અડ્ડા ઉપર હલ્લાબોલ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જનતારેડમાં મોટા પ્રમાણમાં દેશીદારૂનો જથ્થો ઝડપાયો હોવાથી સ્થાનિક
 
જનતારેડ@ઇડર: દારૂના અડ્ડા પર સ્થાનિકોનો હલ્લાબોલ, પોલીસ નિષ્ફળ

અટલ સમાચાર, મહેસાણા

ઇડર તાલુકાના ગામે સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરી હોવાનું સામે આવ્યુ છે. વારંવાર પોલીસને ફરીયાદ કરવા છતાં પણ દેશી દારૂનું બેફામ વેચાણ આ વિસ્તારમાં થતુ હતુ. આજે સવારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ દારૂના અડ્ડા ઉપર હલ્લાબોલ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જનતારેડમાં મોટા પ્રમાણમાં દેશીદારૂનો જથ્થો ઝડપાયો હોવાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડિયા ગામે દારૂના અડ્ડા ઉપર જનતારેડથી ખળભળાટ મચી ગયો છે. આરસોડિયા ગામે ખુલ્લેઆમ દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કોઇ યોગ્ય પગલાં નહિ ભરવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. જેને લઇ આજે સવારે દેશી દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા પંથકમાં વારંવાર દેશી-વિદેશી દારૂ પકડાવાના બનાવો સામે આવતા હોય છે. આ અગાઉ પણ ખેડબ્રહ્મા તાલુકાના ગામે મહિલાઓએ જનતારેડ કરી હતી. આજે કરાયેલ જનતારેડમાં મોટી માત્રામાં મળી આવેલા દારૂના જથ્થાને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી પોલીસની નિષ્ક્રિય કામગીરીથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.