જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી

અટલ સમાચાર, ડેસ્ક વીરપુરમાં જલારામ બાપા દ્વારા ચાલુ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. જોકે બાપાના મંદિરમાં કોઈ પણ જાતનું દાન લેવાનું બંધ કર્યું હોવાને 20 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. જેમાં જલારામ બાપાના મંદિર દ્વારા આ વર્ષને દ્વિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું
 
જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી

અટલ સમાચાર, ડેસ્ક

વીરપુરમાં જલારામ બાપા દ્વારા ચાલુ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. જોકે બાપાના મંદિરમાં કોઈ પણ જાતનું દાન લેવાનું બંધ કર્યું હોવાને 20 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. જેમાં જલારામ બાપાના મંદિર દ્વારા આ વર્ષને દ્વિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવાઈ રહેલ આ અન્નક્ષેત્ર દ્વિશાબ્દી મહોત્સવમાં વીરપુરના કોઈ પણ ઘરમાં 9 દિવસ સુધી જમવાનું બનાવવામાં નહિ આવે. તેઓ અહી સદાવ્રતમાં ભોજન લેશે. અહીં આ દરમિયાન હજારો ભાવિકો પ્રસાદ લેશે. હાલ વીરપુરમાં એક ઉત્સવ જેવો માહોલ છે. વીરપુરને શણગારવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અહીં આ ઉત્સવને ઉજવવા માટે થનગની રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી

રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલ વીરપુર આજે જગ વિખ્યાત છે. સૌરાષ્ટ્રના આ નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપાની યાદ આવી જાય. જલારામ બાપા આજથી બરોબર 200 વર્ષ પહેલા 1799માં વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઇના સંતાન થઈને જન્મ લીધો હતો. જલારામ બાપાના 16 વર્ષની ઉંમરે વીરબાઈ માં સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે નાની ઉમરમાં જ તેઓને ભક્તિની લગન લાગી હતી, ને રામના પરમ ભક્ત બની ગયા હતા. નાની ઉંમરે જ તેઓએ અમરેલીના ફતેપુર ગામના સંત શ્રી ભોજલરામને પોતાના ગુરૂ માની લીધા હતા, અને ભક્તિમાં ગળાડૂબ થયા હતા. એ ધર્મકાર્યમાં તેઓના ધર્મપત્ની વીરબાઈમાં નો પૂરો સાથ મળ્યો હતો.

જલારામ બાપાનો જન્મ અને વીરપુરનો ઇતિહાસ

રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલ વીરપુર આજે જગ વિખ્યાત છે. સૌરાષ્ટ્રના આ નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપાની યાદ આવી જાય. જલારામ બાપા આજથી બરોબર 200 વર્ષ પહેલા 1799માં વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઇના સંતાન થઈને જન્મ લીધો હતો. જલારામ બાપાના 16 વર્ષની ઉંમરે વીરબાઈ માં સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે નાની ઉમરમાં જ તેઓને ભક્તિની લગન લાગી હતી, ને રામના પરમ ભક્ત બની ગયા હતા. નાની ઉંમરે જ તેઓએ અમરેલીના ફતેપુર ગામના સંત શ્રી ભોજલરામને પોતાના ગુરુ માની લીધા હતા, અને ભક્તિમાં ગળાડૂબ થયા હતા. એ ધર્મકાર્યમાં તેઓેન ધર્મપત્ની વીરબાઈ માંનો પૂરો સાથ મળ્યો હતો.

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી

200 વર્ષના સદાવ્રતની ઉજવણી

જલારામ બાપા દ્વારા ચાલુ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂરા થઇ રહ્યાં અને બીજી તરફ બાપાના મંદિરમાં કોઈ પણ જાતનું દાન લેવાનું બંધ કર્યું તેને 20 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ત્યારે જલારામ બાપાના મંદિર દ્વારા આ વર્ષને અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવાઈ રહેલ આ અન્નક્ષેત્ર દ્વિશાબ્દી મહોત્સવમાં વીરપુરના કોઈ પણ ઘરમાં 9 દિવસ સુધી જમવાનું બનાવવામાં નહિ આવે. તેઓ અહી સદાવ્રતમાં ભોજન લેશે. અહીં આ દરમિયાન હજારો ભાવિકો પ્રસાદ લેશે. હાલ વીરપુરમાં એક ઉત્સવ જેવો માહોલ છે. વીરપુરને શણગારવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અહીં આ ઉત્સવને ઉજવવા માટે થનગની રહ્યાં છે.

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી

20 વર્ષથી દાન લેવાનું બંધ

‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો…’ના સિદ્ધાંત ઉપર ચાલતા જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ધીરે ધીરે 200 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. જલારામ બાપાના વારસોએ પણ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને અવરિત ચાલુ રાખ્યું હતું. બાપાએ શરૂ કરેલ સદાવ્રતમાં રોજ હજારો લોકો પ્રસાદ લઈને તૃપ્ત થાય છે. બાપાના વારસદારોએ હવે એક પગલું આગળ વધીને આજથી બરાબર 20 વર્ષ પહેલા વર્ષ 2000માં બાપાના મંદિર અને બાપા દ્વારા શરૂ કરવામાં આવેલ સદાવ્રતમાં કોઈ પણ જાતની ભેટ સોગાત લેવાની બંધ કરી છે. ત્યારે ભારતનું આ એકમાત્ર મંદિર અને સદાવ્રત કે અન્ન ક્ષેત્ર બન્યું કે જ્યાં કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી. આમ છતાં આજે 20 વર્ષ પછી પણ આ સદાવ્રત અવરિત પણે ચાલુ છે.

જલારામ બાપા દ્વારા શરૂ કરેલ સદાવ્રત

ભગવાનની ભક્તિમાં ડૂબેલા જલારામ બાપાને ગુરુ શ્રી ભોજલ રામ બાપાની પ્રેરણાથી ભૂખ્યાને અને સાધુ સંતોને ભોજન કરાવીને સેવા કરવાની પ્રેરણા મળી હતી. જેના બાદ તેઓએ વિક્રમ સવંત 1876માં સદાવ્રતનો પ્રારંભ કર્યો હતો. આ સદાવ્રતમાં તેઓને પત્નીનો પણ સાથ મળ્યો, જેથી તેઓ રોજ જે ભૂખ્યા હોય અને સાધુ સંત આવે તેઓને ભોજન કરાવવા લાગ્યા. આ માટે તેઓએ અપાર મહેનત કરી. ભૂખ્યા અને સાધુ સંતોને ભોજન કરાવવા માટે તેવો દિવસે ખેત મજૂરી કરતા અને જે રૂપિયાની કમાણી થતી તેમાંથી સદાવ્રત ચલાવતા. એક વાર જ્યારે રૂપિયાની ખોટ પડી, તો વીરબાઈ માંએ પોતાના બધા સોનાના દાગીના આપીને પણ સદાવ્રત ચલાવ્યું હતું. આમ કરતા હવે આ સદાવ્રતને 200 વર્ષ થઈ ગયા છે.