J&K: ત્રાલ સેક્ટરમાં 3 આતંકી ઠાર, 19 દિવસમાં 35 આતંકવાદીઓ હણાયા

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીર આજે સવારે આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીની મળેલી માહિતી મુજબ એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે પરંતુ ભારતીય સુરક્ષાદળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે આતંકવાદીઓ પર ઘાત બેઠી
 
J&K: ત્રાલ સેક્ટરમાં 3 આતંકી ઠાર, 19 દિવસમાં 35 આતંકવાદીઓ હણાયા

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીર આજે સવારે આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર
મરાયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીની મળેલી માહિતી મુજબ એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે પરંતુ ભારતીય સુરક્ષાદળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે આતંકવાદીઓ પર ઘાત બેઠી છે. છેલ્લા 19 દિવસમાં 35 આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી ત્રાલ સેક્ટરમાં છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને જે સ્થળે આતંકવાદીઓ છુપાયા હતા તેને ઘેરી લીધી. જેવું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા.

ગોળી છુટવાનો અવાજ આવતા જ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા. નોંધનીય છે કે, એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા.