J&K: પાકિસ્તાને સરહદ પર ફાયરિંગ કર્યું, 4 ઇજાગ્રસ્ત, 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક ગુરુવારે સવારે પાકિસ્તાને પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ સિવાય પાકિસ્તાન તરફથી કુપવાડાના નોવગામ સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ભારત તરફથી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં
 
J&K: પાકિસ્તાને સરહદ પર ફાયરિંગ કર્યું, 4 ઇજાગ્રસ્ત, 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

ગુરુવારે સવારે પાકિસ્તાને પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ સિવાય પાકિસ્તાન તરફથી કુપવાડાના નોવગામ સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ભારત તરફથી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાકિસ્તાન તરફથી છેલ્લા ઘણા દિવસોથી સરહદ પર માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેના સતત સરહદ પર ભારતીય પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરી રહી છે. ગુરુવારે સવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક કરનૈલ સિંહ શહીદ થયા હતા. જ્યારે રાઇફલમેન વિરેન્દ્ર સિંહની આંખમાં ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત જવાનને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન તરફથી આ પછી કુપવાડાના નોવાગામ સેક્ટરમાં સેનાની પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે જવાન શહીત થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સોમવારે પણ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગોળીબારી કરી હતી. જોકે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.