J&K: CRPFની સેના પર આતંકી હુમલો, 1 જવાન શહીદ 3 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયા છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 2 જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો કર્યો હતો. અટલ
 
J&K: CRPFની સેના પર આતંકી હુમલો, 1 જવાન શહીદ 3 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયા છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 2 જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેના તરફથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકીઓની શોધ થઈ રહી છે. ઘાટીમાં હાલ સુરક્ષાદળો દ્વારા આતંકીઓના સફાયા માટે અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ જૂન મહિનામાં 48 આતંકીઓ માર્યા ગયા છે. જેના કારણે આતંકીઓ ધૂંધવાયા છે.

મળતી માહિતી મુજબ આજે સવારે સીઆરપીએફની એક ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી. રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર ફાયરિંગ થયું. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 4 જવાન ઘાયલ થયા અને એક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.