નોકરીઃ LRDની ટૂંક સમયમાં ભરતીની જાહેરાત બહાર પડશે, આ મહિનામાં શારીરિક કસોટી યોજાશે

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં અનેક ઉમેદવારે કાગડોળે સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ ની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું
 
નોકરીઃ LRDની ટૂંક સમયમાં ભરતીની જાહેરાત બહાર પડશે, આ મહિનામાં શારીરિક કસોટી યોજાશે

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં અનેક ઉમેદવારે કાગડોળે સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ ની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત અનેક યુવા ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી એલઆરડી ની ભરતીની જાહેરાત ક્યારે આવશે તેને લઇને પ્રશ્નો કરી રહ્યા હતા. ત્યારે આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરતી યોજાશે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આઈપીએસ હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

હસમુખ પટેલના ટ્વીટ બાદ અનેક ઉમેદવારો LRD ભરતીને લઈને તેમના ટ્વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતી પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની તેમજ 2018-19ની ભરતીને લઈને પણ વાતો લખવામાં આવી રહી છે. સૌથી વધારે સજેશન શારીરિક કસોટી બાદ આઠ ગણા ઉમેદવારોને પાસ કરવાના નિયમને લઈને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એલઆરડીની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ સર્જાયો હતો.