નોકરીઃ ONGCમાં હજારો પદો પર ભરતી, અરજી કરવાની આજે છેલ્લી તારીખ

અટલ સમાચાર, ડેસ્ક ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં અનેક પદો માટે વેકન્સી બહાર પાડી છે. આ વેકન્સી અનેક ટ્રેડ્સમાં અપ્રેન્ટિસના પદો માટે છે. પદોની કુલ સંખ્યા 4182ની છે. આ પદો પર ભરતી માટે ડિપ્લોમા હોલ્ડર્સ અરજી કરી શકે છે. આ પદ પર અરજી માટે આજનો દિવસ જ બચ્યો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17
 
નોકરીઃ ONGCમાં હજારો પદો પર ભરતી, અરજી કરવાની આજે છેલ્લી તારીખ

અટલ સમાચાર, ડેસ્ક

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં અનેક પદો માટે વેકન્સી બહાર પાડી છે. આ વેકન્સી અનેક ટ્રેડ્સમાં અપ્રેન્ટિસના પદો માટે છે. પદોની કુલ સંખ્યા 4182ની છે. આ પદો પર ભરતી માટે ડિપ્લોમા હોલ્ડર્સ અરજી કરી શકે છે. આ પદ પર અરજી માટે આજનો દિવસ જ બચ્યો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પદોની વિગત

ઉત્તર ક્ષેત્ર- 228 પદ
મુંબઈ સેક્ટર- 764 પદ
પશ્ચિમ સેક્ટર- 1579 પદ
પૂર્વ ક્ષેત્ર- 716 પદદક્ષિણ ક્ષેત્ર- 674 પદ
સેન્ટ્રલ સેક્ટર- 221 પદ
શૈક્ષણિક લાયકાત

અરજી કરવા માટે અલગ-અલગ પદો માટે અલગ-અલગ યોગ્યતા નિર્ધારિત કરવામાં આવી છવે. સંબંધિત ટ્રેડમાં ગ્રેજ્યુએટ કે આઈટીઆઈ ડિપ્લોમા હોવું જરૂરી છે. નોંધનીય છે કે, એકાઉન્ટન્ટ માટે કોમર્સમાં ગ્રેજ્યુએટ હોવું જરૂર છે જ્યારે આસિસ્ટન્ટ HR માટે B.A. અને B.B.A.ની ડિગ્રી હોવી જરૂરી છે. સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ માટે સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ ટ્રેડમાં IIT હોવું જોઈએ. બીજી તરફ, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે PCM અને PCBથી B.Sc.ની ડિગ્રીની સાથે લેબ આસિસ્ટન્ટ ટ્રેડમાં IIT હોવું આવશ્યક છે. અન્ય તમામ પદો માટે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ હોવું જરૂરી છે.

આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. જ્યારે SC/ST વર્ગના ઉમેદવારોને તેમાં છૂટ આપવામાં આવી છે. જે ઉમેદવાર આ પદો પર અરજી કરવા માંગે છે તે 17 ઓગસ્ટ 2020 સુધીમાં ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ- ongcapprentices.ongc.co.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારને મેરિટ લિસ્ટના આધારે પસંદ કરવામાં આવશે.