જાહેરાતઃ 12 સપ્ટેમ્બરથી 80 પેસેન્જર ટ્રેન દોડશે, 10 તારીખથી બુકિંગ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ માટે બુકિંગ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે આ ટ્રેનોને પહેલાથી ચાલી રહેલી 230 ટ્રેનો સિવાય વધારાની ચલાવવામાં આવશે. રેલ મંત્રાલયે પહેલા ઘણી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સેવાઓ સાથે-સાથે આઈઆરસીટીસી સ્પેશ્યલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી.
 
જાહેરાતઃ 12 સપ્ટેમ્બરથી 80 પેસેન્જર ટ્રેન દોડશે, 10 તારીખથી બુકિંગ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ માટે બુકિંગ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે આ ટ્રેનોને પહેલાથી ચાલી રહેલી 230 ટ્રેનો સિવાય વધારાની ચલાવવામાં આવશે. રેલ મંત્રાલયે પહેલા ઘણી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સેવાઓ સાથે-સાથે આઈઆરસીટીસી સ્પેશ્યલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી. કોવિડ-19ની મહામારીના કારણે હાલના સમયે યાત્રી ટ્રેન સેવાઓ નિલંબિત છે. હાલ દેશમાં 230 સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેલવે બોર્ડના ચેરમેન જણાવ્યું કે સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન પર નજર રાખવામાં આવશે અને જ્યાં ટ્રેનની માંગણી હશે અથવા લાંબું વેઇટિંગ હશે ત્યાં ‘ક્લોન’ ટ્રેન ચલાવવામાં આવશે. પરીક્ષાઓ માટે કે તેના જેવા કોઈ ઉદ્દેશ્ય માટે રાજ્ય સરકારોની વિનંતી પર ટ્રેનોને ચલાવવામાં આવશે. રેલવે સ્ટેશનના પરિસરમાં અને યાત્રા દરમિયાન ફેસ માસ્ક પહેરવો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગથી પસાર થવા માટે બધા યાત્રીઓએ ઓછામાં ઓછા 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે.

જે લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નહીં મળે તેમને જ રેલવે ઓથોરિટી સ્પેશ્યલ ટ્રેનમાં યાત્રા કરવાની મંજૂરી આપશે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. યાત્રીઓએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવી પડશે. કોરોનાને ફેલાતો રોકવા માટે ભારતીય રેલવે યાત્રીઓને ઓશિકા, કંબલ જેવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવતું નથી.