જોટાણાઃ તાલુકા વિકાસ અધિકારીએ 6 સખીમંડળોને 6 લાખના ચેકનું વિતરણ કર્યું

અટલ સમાચાર, મહેસાણા તાલુકા વિકાસ અધિકારી સુદીપકુમાર દિનેશભાઈ શાહના હસ્તે ચેકોનું વિતરણ કરાયું. જોટાણા અને બાલસાસણ ગામના કુલ છ સખીમંડળોને છ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. સખી મંડળની બહેનોને સ્વરોજગારી દ્વારા નાના પાયે પોતાનો નવો વ્યવસાય કે કામ કરવા માટે એક લાખ રૂપિયાનુ રાહત વ્યાજ દરે ધિરાણ આપવામાં આવ્યુ છે. કુલ છ સખીમંડળોને છ લાખના
 
જોટાણાઃ તાલુકા વિકાસ અધિકારીએ 6 સખીમંડળોને 6 લાખના ચેકનું વિતરણ કર્યું

અટલ સમાચાર, મહેસાણા

તાલુકા વિકાસ અધિકારી સુદીપકુમાર દિનેશભાઈ શાહના હસ્તે ચેકોનું વિતરણ કરાયું. જોટાણા અને બાલસાસણ ગામના કુલ છ સખીમંડળોને છ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. સખી મંડળની બહેનોને સ્વરોજગારી દ્વારા નાના પાયે પોતાનો નવો વ્યવસાય કે કામ કરવા માટે એક લાખ રૂપિયાનુ રાહત વ્યાજ દરે ધિરાણ આપવામાં આવ્યુ છે. કુલ છ સખીમંડળોને છ લાખના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ છે. મિશન મંગલમ શાખા દ્વારા આ સરાનીય કામ કર વામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ 6 મંડળોને 6 લાખના ચેકનું વિતરણ તાલુકા વિકાસ અધિકારીએ ચેક વિતરણ કર્યા. ગુરૂકૃપા મિશન મંગલમ્ -બાલસાસણ, ખોડીયાર મિશન મંગલમ્ -બાસાસણ, ગણપતિ મિશન મંગલમ્ – મોદીપુર, બહુચર મિશન મંગલમ્-જોટાણા, બ્રમ્હાણી મિશન મંગલમ-જોટાણા, શક્તિ મંગલમ -જોટાણા આ સમગ્ર મંડળને 1 લાખના ચેક વિતરણ કર વામાં આવ્યા છે.