ચુકાદો@દેશ: કોલાસા કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 3 ગુનેગારોને 3 વર્ષની જેલ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કોલસા ભ્રષ્ટાચાર મામલામાં ગુનેગાર સાબિત થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 3 ગુનેગારોને કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે. ગત સુનવણી દરમિયાન આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા બાદ સજા પર ફૈસલો આજે સંભળાવ્યો છે. ગત સુનવણી દરમિયાન ગુનેગારોને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ અપાયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ચુકાદો@દેશ: કોલાસા કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 3 ગુનેગારોને 3 વર્ષની જેલ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કોલસા ભ્રષ્ટાચાર મામલામાં ગુનેગાર સાબિત થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 3 ગુનેગારોને કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે. ગત સુનવણી દરમિયાન આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા બાદ સજા પર ફૈસલો આજે સંભળાવ્યો છે. ગત સુનવણી દરમિયાન ગુનેગારોને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ અપાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલિપ રે પર વર્ષ 1999માં ઝારખંડના ગિરિડીહ સ્થિત બ્રહ્મડિહા કોલસા ખાણની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેના પર દિલીપ રેની સાથે 3 ગુનેગારો પર આરોપ સાબિત થાય છે. 6 ઓક્ટોબરે સીબીઆઈની વિશેષ કોર્ટમાં તમામ આરોપીઓની ગુનેગાર માન્યા અને સજાનો નિર્ણય નેક્સ સુનવણી સુધી ટાળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સીબીઆઈ તરફથી અભિયુક્તોના આજીવન કેસની સજા સંભળાવવાની માંગ કરી હતી. જો કે દોષીઓની વકીલે પહેલા કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાનો હવાલો આપતા સજામાં નરમી દાખવવા નિવેદન કર્યુ હતુ. આ મામલામાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ગુનેગાર સાબિત થઈ ચૂક્યા છે. તેમને 3 વર્ષની જેલની સજાની સાથે 25 લાખનો દંડ લગાવ્યો હતો. એજ રીતે પૂર્વ ખાણ સચિવ એચસી ગુપ્તાને પણ 3 વર્ષની જેલની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો.