ચુકાદો@હાઇકોર્ટઃ ભરતીઓને અસર કરતો 2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતો સરકારનો 1-8-2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો છે. આ ઠરાવના કારણે સરકાર નોકરીમાં નવી અનામત નીતિ મુજબ મેરીટ બન્યુ હતું અને તેના કારણે રાજ્યમાં આંદોલનો થયા હતા. આ ઠરાવ આજે કોર્ટે રદ્દ કર્યો છે. આ ઠરાવના વિવાદના કારણે એલ.આર.ડી. સહિતની ભરતીઓમાં મેરિટનો વિવાદ સર્જાયો હતો. કોર્ટે
 
ચુકાદો@હાઇકોર્ટઃ ભરતીઓને અસર કરતો 2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતો સરકારનો 1-8-2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો છે. આ ઠરાવના કારણે સરકાર નોકરીમાં નવી અનામત નીતિ મુજબ મેરીટ બન્યુ હતું અને તેના કારણે રાજ્યમાં આંદોલનો થયા હતા. આ ઠરાવ આજે કોર્ટે રદ્દ કર્યો છે. આ ઠરાવના વિવાદના કારણે એલ.આર.ડી. સહિતની ભરતીઓમાં મેરિટનો વિવાદ સર્જાયો હતો. કોર્ટે આ ઠરાવને રદ્દ કરવાનો ચુકાદો આપ્યો છે ત્યારે જાણો શું હતો એ ઠરાવ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1-8-2018ના પરિપત્રમાં સરકારે એવી જોગવાઇ કરી હતી કે સરકારી નોકરી ભરતીમાં લેવાતી પરિક્ષામાં એસસી-એસટી-ઓબીસી વર્ગના ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો કરતાં વધારે ગુણ મેરિટમાં મેળવે તો પણ તેમને તેમના અનામત વર્ગમાં જ પ્રવેશ આપવો, જનરલ કેટેગરીની બેઠકોમાં પ્રવેશ મળી શકે નહીં. હવે ગુજરાત હાઇકોર્ટે આ વિવાદાસ્પદ પત્રને રદ્દ કરી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી હતી. જેની સામે 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કર્યા હતા. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ્દ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.

આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. હવે ગુજરાત હાઇકોર્ટે આ વિવાદાસ્પદ પત્રને રદ્દ કરી દીધો છે.