જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપવેનું PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો વિશેષતાઓ

અટલ સમાચાર, ડેસ્ક એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગીરનાર રોપવેનું પી.એમ મોદીએ દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યુ. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યાંથી ગિરનાર રોપ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે આ રોપવે ઉષાબ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે 2.3 કિલોમીટર
 
જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપવેનું PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો વિશેષતાઓ

અટલ સમાચાર, ડેસ્ક

એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગીરનાર રોપવેનું પી.એમ મોદીએ દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યુ. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યાંથી ગિરનાર રોપ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે આ રોપવે ઉષાબ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે 2.3 કિલોમીટર લાંબા ગિરનાર પર અંબાજી સુધી જતા માત્ર 7 મિનિટ થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે જે રોપવેની શરૂઆત થઈ તે ગિરનાર રોપવે જૂનાગઢ ખાતે રાજ્યનો ચોથો રોપ-વે છે. જો પહેલાની સરકારે હાડકાં ન નાખ્યા હોત તો આ રોપ-વેનો લાભ ખૂબ પહેલાં જ થઈ ગયું હોત. જ્યારે રાષ્ટ્રને સુવિધા આપનારા પ્રોજેક્ટ આટલા લાંબા સમય સુધી અટકી રહ્યો ન હોત તો તો લોકોને ખૂબ પહેલાં આ સુવિધાઓ મળી ગઈ હોત. આ રોપવે આસ્થાનું કેન્દ્ર અને ટુરિઝમ છે. ”

ગિરનાર રોપ વેની વિશેષતાઓ

-ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી 2.3 કિમી લાંબો છે.
-કુલ 9 ટાવર ઉભા કરાયા છે. સૌથી ઊંચા ટાવરની ઉંચાઈ 67 મીટર છે.
-25 ટ્રોલીમાં રોજ 8,000 મુસાફરોને રોજ આવનજાવન કરાવી શકશે
-આ રોપ-વે એશિયાનો સૌથી મોટો રોવ-વે પ્રોજેક્ટ છે, જ્યારે વિશ્વનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે પ્રોજેક્ટ છે
-રોપ-વે પીપીપી મોડલથી બન્યો છે જેનો કુલ ખર્ચ 130 કરોડ છે.

સંભવિત ટિકિટના દરો

આ રોપવેમાં મુસાફરી કરવા માટે બંને બાજુના ટિકિટના દર 700 રૂપિયા રાખવામાં આવ્યો છે. વ-વે ટિકિટનો દર 400 રૂપિયા છે જ્યારે 5-10 વર્ષના બાળકો માટે 350 રૂપિયા ટિકિનો દર છે. જ્યારે 5 વર્ષથી ઓછી ઊંમરના બાળકોની ટિકિટ નહીં લેવી પડે. આ રોપવેનું સંચાલન કરનારની કંપનીને 98 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો છે.