જૂનાગઢઃ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરાયો, જાણો સમગ્ર વિગતો

અટલ સમાચાર, ડેસ્ક જૂનાગઢમાં વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય એટલું રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ રોપ-વે પાવાગઢ કરતાં ત્રણ ગણો લાંબો છે પરંતુ તેનું ભાડું 6 ગણું વધારે છે. આનું ભાડું સામાન્ય
 
જૂનાગઢઃ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરાયો, જાણો સમગ્ર વિગતો

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢમાં વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય એટલું રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ રોપ-વે પાવાગઢ કરતાં ત્રણ ગણો લાંબો છે પરંતુ તેનું ભાડું 6 ગણું વધારે છે. આનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી (GST) ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં આવી જશે.

નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર જીએસટી અલગથી લેવામાં આવતો હતો. હવે જીએસટીના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે.

સામાન્ય ટિકિટ : 700 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે)
બાળકોની ટિકિટ: 350 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે)કન્સેશન ટિકિટ: 400 રૂપિયા+18% જીએસટી

પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈ જ ટિકિટ લેવાની નહીં રહે. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહેશે. દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટનમાં કન્સેશન મળશે, પરંતુ આ માટે આઈડી કાર્ડ ફરજિયાત રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તો જ દિવસે માન્ય રહેશે. એક વખત ટિકિટની ખરીદી કર્યાં બાદ રિફંડ નહીં મળે.