જુનાગઢઃ ગેરકાયદેસર રેતીના જથ્થા મામલે ભત્રીજાએ કાકાની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક જૂનાગઢના વંથલીના સોનારડી ગામે મોડી રાતે ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે માથાકૂટ થઈ હતી. જેમાં સભા પુરી થયા બાદ આ માથાકૂટ ઉગ્ર બનતા લોહિયાળ હુમલો કરાયો હતો. જેમાં કૌટુંબિક ભત્રીજા સહિતના છ-સાત શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કાકાની હત્યા કરી નાખી હતી. જ્યારે એક મહિલા સહિત ત્રણ
 
જુનાગઢઃ ગેરકાયદેસર રેતીના જથ્થા મામલે ભત્રીજાએ કાકાની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢના વંથલીના સોનારડી ગામે મોડી રાતે ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે માથાકૂટ થઈ હતી. જેમાં સભા પુરી થયા બાદ આ માથાકૂટ ઉગ્ર બનતા લોહિયાળ હુમલો કરાયો હતો. જેમાં કૌટુંબિક ભત્રીજા સહિતના છ-સાત શખ્સોએ તીક્ષ્‍ણ હથિયાર વડે કાકાની હત્યા કરી નાખી હતી. જ્યારે એક મહિલા સહિત ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. તમામને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

વંથલી તાલુકાના સોનારડી ગામે રાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી અધિકારીઓ, ગામના સરપંચ, સભ્યો સહિતના ગ્રામજનો ઉપસ્થિત હતા. જેમાં ગામના દિલાવર ઉર્ફ્ર દાદાભાઈ મહંમદ પલેજા ઉ.વર્ષ 60ને તેના એક કૌટુંબિક ભત્રીજા સાથે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે માથાકૂટ થઈ હતી. બાદમાં સભા પુરી થયા બાદ ફ્રી આ મુદ્દે ચર્ચા જાગતા બંને પક્ષે મામલો ઉગ્ર બન્યો હતો. અને ભત્રીજા સહિતના છ સાત શખ્સોએ તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય લોકો પણ ઘવાયા હતા.

હુમલામાં ઘવાયેલા ચારેયને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવતા દિલાવરનું મોત નીપજ્યું હતું. જેમાં એકની હાલત ગંભીર જણાય છે. બનાવના પગલે માથાકૂટ વખતે હાજર અધિકારીઓ ભાગી ગયાનું જાણવા મળે છે. હત્યા મામલે વંથલી પોલીસે કાફ્લો ઘટના સ્થળે દોડીઆવ્યો હતો. અને ફ્રિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. હુમલો કરનાર શખ્સના પરિવારનું વ્યક્તિ ગ્રામ પંચાયતમાં હોવાનું જાણવા મળ્યું છે.